ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથેના અફેર પર એલોન મસ્કે આ શું કહ્યું…
વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્ક ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. ગઈકાલે રાત્રે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મસ્ક અને ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનની પત્ની નિકોલ શાનાહન વચ્ચે અફેર હતું. આ કારણે બ્રિન અને શનાહન વચ્ચે છૂટાછેડા પણ થવાના છે. અત્યાર સુધી, ત્રણમાંથી કોઈએ અહેવાલ પર ટિપ્પણી કરી નથી. પરંતુ મસ્ક ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેની ટ્વિટ હેડલાઇન્સમાં જોવા મળતી રહે છે. તો મસ્કે ટ્વિટર પર આ દાવાઓને ફગાવી દીધા છે.
ઈલોન મસ્કે પોતાના અફેરના સમાચારોને ફગાવતા કહ્યું, ‘આ બધુ પાયાવિહોણું છે. સેર્ગેઈ અને હું હજી પણ મિત્રો છીએ અને ગઈકાલે રાત્રે અમે એક પાર્ટીમાં સાથે હતા. છેલ્લા ત્રણ વર્ષમાં મેં નિકોલને માત્ર બે વાર જ જોઈ છે, બંને વખત અમારી આસપાસ ઘણા લોકો હતા, તેમાં રોમેન્ટિક કંઈ નહોતું.’ અફેરના અહેવાલને ટ્વીટ કરનાર હેન્ડલે લખ્યું, ‘સાંભળીને આનંદ થયો.’ જવાબમાં મસ્કે લખ્યું, ‘મેં ઘણા સમયથી સેક્સ પણ કર્યું નથી.’
મસ્ક અવારનવાર બ્રિનના ઘરે જતો હતો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મસ્ક અને નિકોલ વચ્ચેના અફેરની ખબર પડ્યા બાદ તેનો પતિ બ્રિન સર્ગેઈ તેને છૂટાછેડા આપવા જઈ રહ્યો છે. બંને ઉદ્યોગપતિઓ લાંબા સમયથી મિત્રો હતા અને મસ્ક બ્રિનના સિલિકોન વેલીના ઘરની વારંવાર મુલાકાત લેતા હતા. મસ્ક અને નિકોલ વચ્ચેના અફેરની શરૂઆત ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. બ્રિન અને તેની પત્ની અલગ થઈ ગયા હતા. પરંતુ અફેરના સમયે તેઓ સાથે રહેતા હતા. થોડા અઠવાડિયા પછી, બ્રિને “પરસ્પર મતભેદો” ટાંકીને જાન્યુઆરીમાં છૂટાછેડા માટે અરજી કરી.
સૂત્રોએ જણાવ્યું હતું, કે તે સમયે બ્રિન અને શાનાહન તેમના લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ અફેર ત્યારે શરૂ થયું જ્યારે મસ્ક અને તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનું બ્રેકઅપ થયું હતું. મસ્ક અને ગ્રીમ્સને બે બાળકો છે, જેમાં એક પુત્રીનો પણ સમાવેશ થાય છે. જે બંનેએ સરોગસી દ્વારા જન્મ આપ્યો હતો. છૂટાછેડા માટે અરજી કર્યા પછી મસ્ક એક પાર્ટીમાં સર્ગેઈની માફી માંગવા પાછળ-પાછળ દોડી રહ્યો હોવાનું કહેવાય છે. બ્રિન તેની માફી સ્વીકારે છે, પરંતુ જૂના મિત્રો સાથે હવે સંબંધ નથી.