ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

ભારત UNSCનું સ્થાયી સભ્ય ન હોવું વાહિયાત છે: એલોન મસ્ક

ટેક્સાસ (અમેરિકા), 23 જાન્યુઆરી: ટેસ્લાના CEO અને વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં કાયમી બેઠક ન મળવાને ‘વાહિયાત’ ગણાવ્યું છે અને કહ્યું છે કે જે દેશોની પાસે જરૂરિયાત કરતાં વધુ સત્તા છે તેમણે તેને છોડી દેવી જોઈએ. એલોન મસ્કે ભારત હજુ સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય ન હોવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. મહત્ત્વનું છે કે, UNSCમાં અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને બ્રિટન એમ પાંચ સભ્યો છે.

UN સેક્રેટરીની વાતથી આ ચર્ચા શરૂ થઈ

આ ચર્ચા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે શરૂ કરી હતી, જેમણે UNSCના કાયમી સભ્ય તરીકે કોઈપણ આફ્રિકન રાષ્ટ્રની ગેરહાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગુટેરેસ તેમની હતાશા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગયા અને પ્રશ્ન કર્યો કે આફ્રિકા માટે હજુ પણ સુરક્ષા પરિષદના એક પણ કાયમી સભ્યની અભાવ કેવી રીતે શક્ય છે. તેમણે 80 વર્ષ પહેલાની દુનિયાને બદલે આજની દુનિયાની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરવાની સંસ્થાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

એલોન મસ્કે ભારત માટે UNમાં કાયમી પદની માંગ કરી

ગુટેરેસની પોસ્ટનો જવાબ આપતા, અમેરિકી મૂળના ઇઝરાયેલી ઉદ્યોગી સાહસિક  માઇકલ આઇઝેનબર્ગે ભારતના પ્રતિનિધિત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે શા માટે કાયમી સભ્યપદ માટે ભારતના નામ પર વિચાર નથી થઈ રહ્યો? આઇઝેનબર્ગે સંયુક્ત રાષ્ટ્રને ખતમ કરીને મજબૂત નેતૃત્વ સાથે નવી સંસ્થા બનાવવાનું સૂચન કર્યું. આઇસેનબર્ગનો જવાબ આપતા એલોન મસ્કએ કહ્યું હતું કે, “પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત માટે સુરક્ષા પરિષદમાં કાયમી બેઠક ન મેળવવી એ વાહિયાત છે.”

ચીનના કારણે ભારતને કાયમી પદ નથી મળી રહ્યું

ભારત વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદની માંગ કરી રહ્યું છે, પરંતુ ચીનના કારણે ભારતને કાયમી સભ્યપદ નથી મળી રહ્યું. UNSCના બાકીના ચાર દેશો ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપે છે, પરંતુ ચીન વારંવાર તેને વીટો કરે છે. જો કે અમેરિકાનું સમર્થન પણ શરતો સાથે રહ્યું છે. અમેરિકા ભારતની સ્થાયી સભ્યપદને એ શરતે સમર્થન આપે છે કે ભારત UNSCનું કાયમી સભ્ય રહેશે, પરંતુ હાલમાં ભારત પાસે વીટો પાવર હોવો જોઈએ નહીં.

આ પણ વાંચો: એલોન મસ્કની Satarlink ઇન્ટરનેટ સેવાને લઈને મોટું અપડેટ

Back to top button