બિઝનેસ
ટ્વિટર પર કર્મચારીઓની છટણીને લઈને મસ્કનું નિવેદન, જણાવ્યું આવું કારણ


ટ્વિટર પર મોટાભાગના કર્મચારીની છટણી બાદ એલોન મસ્કએ શનિવારે પુનર્ગઠન નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જે અંગે મસ્કે કહ્યુ હતુ કે કમનસીબે તેની પાસે કોઈ વિકલ્પ ન હોવાથી આ નિર્ણય લીધો હતો. જે અંગે મસ્કે ભાર મૂક્યો હતો. અને કહ્યું હતુ કે ટ્વિટર દરરોજ $ 4 મિલિયન ગુમાવી રહ્યું છે. “ટ્વિટરના બળમાં ઘટાડા અંગે, કમનસીબે જ્યારે કંપની $4M/દિવસ ગુમાવી રહી હોય ત્યારે કોઈ વિકલ્પ ન હતો. તેમજ કાયદેસર રીતે જરૂરી કરતાં 50% કર્મચારી વધુ હતાનું પણ ઉમેર્યુ હતુ.
આ પણ વાંચો:ટ્વિટરના કર્મીઓમાં ખળભળાટ, એલોન મસ્કની હવે 3,000 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી
આ મુદ્દે થઈ રહી છે ટ્વિટર પરથી કર્મચારીઓની છટણી
- વિશ્વના સૌથી ધનાટ્ય વ્યક્તિએ શુક્રવારે ટ્વિટર આવકમાં “મોટા ઘટાડા” માટે એક વિચિત્ર કારણ જણાવ્યું હતું કારણ કે તેણે “જાહેરાતકર્તાઓ પર દબાણ કરનારા કાર્યકર્તા જૂથો” ને દોષી ઠેરવ્યા હતા.
- છટણીની ચાલ વચ્ચે લગભગ અડધા ટ્વિટર સ્ટાફની છટણી કરવામાં આવી છે. જેમાં લગભગ 3,800 કર્મચારીઓને છૂટા કરી દેવાયા હોવાનુું જણાવ્યું હતુ.
- મસ્કે આ અંગેનુ નિવેદન આપતા જણાવ્યુ હતુ કે જરુરિયાત કરતા વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા હોવાથી તેમને છૂટા કરવામાં આવ્યા છે. તેમજ ટ્વિટર દરરોજ $ 4 મિલિયન ગુમાવી રહ્યું જેને લઈ પણ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.