ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈલોન મસ્કે X પર મોટો ફેરફાર કર્યો: પોસ્ટ પરની લાઈક્સ હવે રહેશે ખાનગી

Text To Speech
  • ટ્વિટર(X)ની કમાન ઈલોન મસ્કે સાંભળ્યા બાદ તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા 

HD ન્યૂઝ ડેસ્ક, 13 જૂન: જ્યારથી ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્કે ટ્વિટર(X)ની કમાન સંભાળી છે ત્યારથી તેમણે તેમાં પર ઘણા ફેરફારો કર્યા છે. ટ્વિટરમાં યુઝર્સને નવો અનુભવ આપવા માટે તેઓ તેમાં સતત નવા અપડેટ લાવી રહ્યા છે. ત્યારે હવે તેઓએ X(ટ્વિટર) પર મોટો ફેરફાર કર્યો છે. ઈલોન મસ્કે હવે ટ્વિટર પોસ્ટ પરની લાઈક્સને ખાનગી બનાવી દીધી છે.

 

ઈલોન મસ્ક દ્વારા આ પગલું ભરવાનું શું છે કારણ?

હકીકતમાં, ઘણા વપરાશકર્તાઓ આ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મમાં કેટલીક સામગ્રીને લાઇક કરીને ટ્રોલ થતા હતા. આ સમસ્યાને દૂર કરવા માટે, ઈલોન મસ્કે Xની પોસ્ટ્સ પરની લાઇક્સને ખાનગી બનાવી છે. જેનો અર્થ એ છે કે, જો તમને કોઈ પોસ્ટ ગમે છે, તો હવે અન્ય લોકો તેના વિશે જાણી શકશે નહીં.

મસ્કે પોસ્ટ કરીને X પર કરવામાં આવેલા આ ફેરફાર વિશે માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટ પર લખ્યું કે, ‘એક મહત્વપૂર્ણ ફેરફાર, તમારી લાઇક્સ હવે ખાનગી કરી દેવામાં આવી છે. હવે તમે કોઈપણ ટેન્શન વગર X પર કોઈપણ પોસ્ટને લાઈક કરી શકો છો.’

Xના એન્જિનિયરિંગ ગ્રૂપની પોસ્ટ અનુસાર, યુઝર્સને આ અઠવાડિયાથી જ ટ્વિટર પર આ ફેરફાર જોવા મળશે. આ અઠવાડિયા પછી, X પરની પોસ્ટ પરની લાઇક્સ ખાનગી રહેશે એટલે કે હવે માત્ર પોસ્ટ કરનારા યુઝર્સને જ ખબર પડશે કે તેની પોસ્ટને કેટલી રીપોસ્ટ મળી છે અને પોસ્ટ કોને-કોને લાઈક કરી છે. X દ્વારા કરવામાં આવેલી પોસ્ટ મુજબ, તમને તમારી પોસ્ટ પર આવતી દરેક લાઇકની સૂચના મળશે. તમને નોટિફિકેશન બારમાં જ કોમેન્ટ્સ વિશેની માહિતી પણ મળશે. હવે માત્ર તમે જ પોસ્ટ પર આવતા તમામ પ્રકારના મેટ્રિક્સથી વાકેફ હશો.

આ પણ જુઓ: iPhone યુઝર્સ માટે ખરાબ સમાચાર, Appleએ વોરંટી પોલિસીમાં કર્યો મોટો ફેરફાર

Back to top button