ટ્રેન્ડિંગબિઝનેસવર્લ્ડવીડિયો સ્ટોરીસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઇલોન મસ્કે સ્ટીયરિંગ વ્હીલ વગર ચાલતી પ્રથમ રોબોટેક્સી કરી લોન્ચ, પોતે લીધી ટેસ્ટ ડ્રાઈવ

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 11 ઓકટોબર: Elon Musk એ દુનિયા સમક્ષ પ્રથમ રોબોટેક્સી લોન્ચ કરી દીધી છે. આ ટેસ્લા વાહનમાં ન તો સ્ટીયરિંગ વ્હીલ છે અને ન તો કાર ચલાવવા માટે પેડલ આપવામાં આવ્યા છે, જે કોઈપણ ડ્રાઈવ વિના ચાલે છે. ઇલોન મસ્ક પણ આ રોબોટેક્સીની પોતે ટેસ્ટ ડ્રાઈવ લેતા જોવા મળ્યા હતા. મસ્કે આ વાહનમાં મુસાફરી કરવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ રોબોટેક્સીના દરવાજા આપોઆપ ખુલે છે.

 

ઇલોન મસ્કની રોબો ઇવેન્ટ

લોસ એન્જલસમાં યોજાયેલી ટેસ્લાની રોબો ઈવેન્ટમાં ઇલોન મસ્કે રોબો ટેક્સી અને સાયબરકેબ(Cybercab)ને દુનિયા સમક્ષ લોન્ચ કરી હતી. ઇલોન મસ્કની આ રોબોટેક્સીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઇલોન મસ્કે કહ્યું કે, આ રોબોટેક્સીનું ઉત્પાદન વર્ષ 2026થી શરૂ થઈ શકે છે.

 

ઇલોન મસ્કે પણ દુનિયાને Robobusની ઝલક બતાવી. રોબોટથી ચાલતી આ બસમાં એક સાથે 20 લોકો મુસાફરી કરી શકશે. આ બસનો ઉપયોગ કોમર્શિયલ અને પ્રાઈવેટ બંને વાહન તરીકે થઈ શકશે. તેનો ઉપયોગ સ્કૂલ બસ તરીકે પણ થઈ શકે છે.

Robotaxi શું છે?

 

રોબોટેક્સી એક ઓટોમેટિક વાહન છે, જેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર નથી. આ વાહનમાં નાની કેબિન આપવામાં આવી છે. ટેસ્લાની આ કારમાં બે લોકો બેસવાની ક્ષમતા છે. આ વાહનની ડિઝાઈન આવનારા વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અત્યારે માત્ર તેનો પ્રોટોટાઈપ જ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રોબોટેક્સીને મોબાઈલ ફોનની જેમ વાયરલેસ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે.

આ પણ જૂઓ: લદ્દાખમાં એશિયાની સૌથી મોટા ઈમેજિંગ દૂરબીન ‘MACE’નું ઉદ્ધાટન, જાણો વિશેષતા

Back to top button