ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પનો લીધો ઇન્ટરવ્યુ, જાણો પૂર્વ US પ્રમુખને કયા પ્રશ્નો પૂછ્યા

  • ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના હત્યાના પ્રયાસ વિશે ખુલીને વાત કરી 

અમેરિકા, 13 ઓગસ્ટ: અબજોપતિ અને ટેસ્લા-એક્સના CEO ઇલોન મસ્કે ભૂતપૂર્વ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઇન્ટરવ્યુ લીધો હતો અને તાજેતરના હત્યાના પ્રયાસ વિશે ખુલીને વાત કરી હતી. ટ્રમ્પે આ હુમલાને “હાર્ડ હિટિંગ” ગણાવ્યો અને કહ્યું કે, તે એક અવાસ્તવિક પરિસ્થિતિ છે. ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે ઇલોન મસ્કે પૂછ્યું કે, “તમારા માટે શૂટિંગ કેવું રહ્યું?” તો ટ્રમ્પે જવાબ આપ્યો કે શૂટીંગ “સુખદ ન હતું અને તે ખૂબ જ મુશ્કેલ હતું. તે એક જોરદાર ઝટકો હતો.

 

40 મિનિટ મોડું શરૂ થયેલું આ ઇન્ટરવ્યુ 10 લાખથી વધુ શ્રોતાઓ દ્વારા સાંભળવામાં આવ્યું હતું. ઇલોન મસ્કે આ વિલંબ માટે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસ (DDoS)ના હુમલાને જવાબદાર ઠેરવ્યા છે, જોકે આ દાવાની પુષ્ટિ થઈ નથી.

ટ્રમ્પે આ હુમલા અંગે શું કહ્યું?

ટ્રમ્પે કહ્યું કે, જ્યારે મારા કાનમાં કોઈ વસ્તુ વાગી તો હું તરત જ સમજી ગયો કે તે ગોળી હતી. જે ક્ષણે તેમને ગોળી વાગી અને નીચે પડી ગયા, તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે “કેટલા લોકો માર્યા ગયા છે? કારણ કે અમારે ત્યાં મોટી ભીડ હતી. તેથી મેં કહ્યું, ‘કેટલા લોકો માર્યા ગયા છે? કારણ કે મને ખબર હતી કે અન્ય ગોળીઓ પણ ચલાવવામાં આવી રહી છે.

મસ્કે ચાલી રહેલા વિવાદો વચ્ચે ટ્રમ્પને સમર્થન આપ્યું  

ઇલોન મસ્ક, જેમણે અગાઉ ડેમોક્રેટિક પ્રમુખ જો બાઈડનને ટેકો આપ્યો હતો, તેમણે હવે ટ્રમ્પને ટેકો આપ્યો છે. તેમણે ટ્રમ્પની ઝુંબેશને ટેકો આપવા માટે સુપર PAC પણ શરૂ કરી છે. મસ્કના સમર્થન બાદ ટ્રમ્પે પોતાનું વલણ બદલ્યું છે. ઇન્ટરવ્યુએ ટ્રમ્પને તેમના પરંપરાગત આધારની બહાર વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવાની તક પૂરી પાડી હતી.

મસ્કે જણાવ્યું હતું કે, તેમણે ટ્રમ્પની પ્રમુખપદની ચૂંટણીને સમર્થન આપ્યું હતું કારણ કે ગયા મહિને પેન્સિલવેનિયામાં હત્યાના પ્રયાસ દરમિયાન તેમણે પોતાની મુઠ્ઠી પકડતી વખતે જે ઉત્સાહ દર્શાવ્યો હતો તે પ્રશંસનીય હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે લડીશું. પીછેહઠ કરીશું નહીં.

10 લાખથી વધુ લોકોએ ઈન્ટરવ્યુ નિહાળ્યો

ઉલ્લેખનીય છે કે, મસ્કે સોમવારે રાત્રે 8:42 વાગ્યે X પર ટ્રમ્પ સાથે લાઇવ સ્ટ્રીમ વાતચીત શરૂ કરી હતી, કારણ કે ટેકનિકલ ખામીને કારણે તેમાં વિલંબ થયો હતો. અગાઉ આ કાર્યક્રમ રાત્રે 8 વાગ્યે શરૂ થવાનો હતો. મસ્કે જણાવ્યું હતું કે, વાતચીતમાં વિલંબ સાયબર હુમલાને કારણે થયો હતો. મસ્કે આ વિલંબ માટે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ-ઓફ-સર્વિસના (DDoS) હુમલાને જવાબદાર ઠેરવ્યો છે, જોકે આ દાવાની પુષ્ટિ થઈ નથી. 40 મિનિટ મોડી શરૂ થયેલી આ વાતચીતને 10 લાખથી વધુ લોકોએ લાઈવ નિહાળી.

આ પણ જૂઓ: બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારી કોઈ સંડોવણી નથી: શેખ હસીનાના આરોપો પર USનું નિવેદન

Back to top button