ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં એલોન મસ્ક, રાજામૌલી સહિત આ ભારતીય પણ યાદીમાં સામેલ

Text To Speech

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના 100 સૌથી પ્રતિભાશાળી લોકોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં વિશ્વના ઉદ્યોગપતિઓથી લઈને ગાયકો, રાષ્ટ્રપતિઓ, કલાકારો અને લેખકોને સામેલ કરવામાં આવ્યા છે. ટાઇમ મેગેઝિનની આ યાદીમાં અભિનેતા શાહરૂખ ખાન અને નિર્દેશક એસએસ રાજામૌલી તેમજ ભારતીય-અમેરિકન લેખક સલમાન રશ્દીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

S.S. Rajamouli
S.S. Rajamouli

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રતિભાશાળી લોકોની પસંદગી ઘણા પરિમાણો પર કરવામાં આવે છે. મેગેઝિન અનુસાર, આ યાદી આબોહવા અને જાહેર આરોગ્યથી લઈને લોકશાહી અને સમાનતા સુધીના પરિબળોના આધારે નક્કી કરવામાં આવે છે. ટાઈમ મેગેઝિને કેટલાક વધુ માપદંડો સમજાવતા જણાવ્યું છે કે આ યાદીમાં જે લોકો સામેલ છે તેમાં પ્રખ્યાતથી લઈને શાબ્દિક રીતે અનામી સુધીના લોકોનો સમાવેશ થાય છે.

યાદીમાં કયા-કયા ક્ષેત્રના લોકોનો સમાવેશ

ટાઈમ મેગેઝીનની આ યાદીમાં, વૈશ્વિક નેતાઓ અને સ્થાનિક કાર્યકર્તાઓ, કલાકારો અને રમતવીરો, વૈજ્ઞાનિકો અને ઘણા બધા લોકોને અલગ-અલગ ક્ષેત્રના આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વની નવી યાદીમાં આબોહવા-સહાયક વિશ્વ નેતાઓ સહિત રેકોર્ડ 16 પર્યાવરણવાદીઓનો સમાવેશ થાય છે.

Back to top button