ટ્રેન્ડિંગયુટિલીટીવર્લ્ડ

કાર આપમેળે જગ્યા શોધીને થઈ જશે પાર્ક, જાણો શું છે Teslaનું નવું ટેપ-ટુ-પાર્ક ફીચર

Text To Speech

 ટેક્સાસ (અમેરિકા), 12 ડિસેમ્બર: સેલ્ફ-ડ્રાઇવિંગ કારની સંભાવના લોકપ્રિય બની ત્યારથી Tesla કારની માંગ વધી છે. Teslaના માલિક ઇલોન મસ્કે કારના નવા અપડેટ વિશે માહિતી આપી છે કે ટેસ્લા ટૂંક સમયમાં ટેપ ટુ પાર્ક ફંક્શન મેળવી શકે છે. જેમાં કાર પોતાની રીતે પાર્કિગ સ્પોટ શોધીને આપમેળે પાર્ક થઈ જશે. ઈલોન મસ્કે X પર એક યુઝરને રિપ્લાય આપતા આ વાતનો ખુલાસો કર્યો કે, કંપની એક ખાસ સિસ્ટમ પર કામ કરી રહી છે. જેમાં કાર પોતાની રીતે પાર્કિગ સ્પોટ શોધશે અને પાર્ક થઈ જશે. આમાં માત્ર કાર ડ્રાઈવરે પાર્કિંગ સ્પોટની પહેલા પસંદગી કરવી પડશે અને કારથી બહાર નીકળ્યા બાદ કાર પોતાની રીતે પસંદગી કરાયેલી જગ્યા પર પાર્ક થઈ જશે.

ઈલોન મસ્કે આ નવા અપડેટ વિશે જણાવતા એમ પણ કહ્યું કે, અમે એક એવા ફીચર પર કામ કરી રહ્યા છીએ જ્યાં કાર સંભવિત પાર્કિગ સ્થાનોની ઓળખ કરશે. જો કે, તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે લોકોએ અલ્ટ્રાસોનિક સેન્સર બંધ થયા પહેલા વાહન ખરીદ્યા હતા, તેમના માટે ઑટોપાર્ક નામનો આવો જ સમાન વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

આ સુવિધા મોડલ 3ના ‘ઑટોપાર્ક’થી અલગ હશે

જો કે કંપનીની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર મોડલ 3માં ‘ઑટો પાર્ક’ ફીચર છે, પરંતુ આ નવી ટેક્નોલોજી તેના કરતા વધારે આગળ છે. આમાં કાર પોતે પાર્કિંગ સ્થળની ઓળખ કરશે. ઓટોપાર્ક મોડમાં વિવિધ પાર્કિંગ સ્થાનો વચ્ચે પસંદગી કરવાની કોઈ સુવિધા નથી, આમાં કાર ફક્ત આપમેળે પાર્ક થાય છે. આ સિવાય ઓટોપાર્ક મોડમાં ડ્રાઈવરનું કારની અંદર હાજર હોવું જરૂરી છે, જેથી જરૂર પડ્યે કારને મેન્યુઅલી કંટ્રોલ કરી શકાય.

આ દરમિયાન ટેસ્લાએ ઘણા નવા અપડેટ્સની જાહેરાત પણ કરી છે. જેમાં એક એવું અપડેટ પણ સામેલ છે જેમાં કોઈપણ દુર્ઘટના કે અકસ્માતમાં કારમાં એરબેગ ખૂલવા પર ઓટોમેટિક રીતે ઈમરજન્સી નંબર ડાયલ થઈ જશે. જો કે, ટેસ્લાના ઓટોનોમસ પાર્કિંગને લઈને દુનિયાભરમાં એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કાર યોગ્ય રીતે પાર્ક થઈ શકી ન હતી અને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: Tesla ભારતમાંથી ઑટો કોમ્પોનન્ટ્સની આયાત બમણી કરશે: પિયુષ ગોયલ

Back to top button