આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઈલોન મસ્કે AI નિયમન અંગે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ચર્ચા કરી

Text To Speech
  • ઋષિ સુનક સાથેની વાતચીતમાં ઈલોન મસ્કે AI ને ઇતિહાસની સૌથી વિક્ષેપકારક શક્તિ તરીકે વર્ણવ્યું
  • મસ્ક પોતે AI ની ભાવિ અસર વિશે વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

લંડનઃ બ્રિટનમાં AI સેફ્ટી સમિટના ભાગ રૂપે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે વાતચીત દરમિયાન ઈલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પરના નિયમો નવેસરથી ઘડવા જોઇએ તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નિયંત્રણ નિયમો નિરાશાજનક હશે તે સાચું છે પરંતુ મને લાગે છે કે આપણે વર્ષોથી શીખ્યા છીએ કે કોઇક પ્રકારનું નિયંત્રણ હોય એ સારી બાબત છે. આ સમિટ દરમિયાન ઋષિ સુનક તથા ઈલોન મસ્કની ઉપસ્થિતિમાં AIના અસ્તિત્વનાં જોખમો જાણનાર લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમના મતે ભેદભાવ અને ખોટી માહિતીના પ્રસારણને કારણે ટૂંકા ગાળાની સમસ્યાઓ પેદા થઈ શકે છે. મસ્ક પોતે પણ અગાઉ ઘણી વખત માનવ સભ્યતા પર AI ની ભાવિ અસર વિશે વારંવાર ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

બ્રિટિશ વડાપ્રધાન સુનક સાથેની વાતચીતમાં ઈલોન મસ્કે AIને ઇતિહાસની સૌથી નવી શક્તિ તરીકે વર્ણવ્યું અને કહ્યું કે આખરે આપણી પાસે સૌથી હોંશિયાર માનવી કરતાં વધુ હોશિયાર કોઈક ટેકનોલોજી હશે. એક સમય આવશે જ્યારે નોકરી માટે માનવોની જરૂરત રહેશે નહીં. આનાથી લોકોને લાભ થશે કે નહીં તે અસ્પષ્ટ છે.

બુધવારે યુકે સરકારે બ્લેચલી ઘોષણાપત્રનું અનાવરણ કર્યું જેના ઉપર 28 દેશો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં AI દ્વારા થતા નુકસાનની સંભવિત ચેતવણી આપવામાં આવી છે. હસ્તાક્ષર કરનારા દેશોમાં ચીન પણ સામેલ હતું. ઈલોન મસ્કે સમિટમાં ચીનને આમંત્રિત કરવાના સુનકના નિર્ણયને ખૂબ સારો ગણાવ્યો અને કહ્યું કે તેઓએ આ વર્ષની શરૂઆતમાં ચીનની મુલાકાત વખતે AI સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. “ચીન AI સુરક્ષામાં ભાગ લેવા માટે તૈયાર છે અને તેમને આમંત્રણ આપવા બદલ તમારો આભાર. મને લાગે છે કે આમાં જોડાવા બદલ ચીનનો આભાર માનવો જોઈએ” તેમ ઈલોન મસ્કે કહ્યું હતું.

આ પણ વાંચો, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશનના સમયમાં ફેરફાર, જાણો ક્યારથી રજા પડશે

Back to top button