એલોન મસ્કે હદ વટાવી : હવે ટ્વિટરના કર્માચારીઓને પાડી આ ફરજ
એલોન મસ્કે જ્યારથી ખરીદ્યું છે ત્યારથી જ એલોન મસ્કની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. તેથી તેણે ટ્વિટરના ખર્ચનો બોજ ઓછો કરવા માટે, એલન મલ્કે પહેલા કર્મચારીઓની છટણી કરી હતી અને પછી ઓફિસમાંથી સામાન વેચવાનું શરૂ કર્યું હતું. અને હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે ટ્વિટરનો ખર્ચ ઘટાડવા માટે મસ્કે તમામ હદ વટાવી ચૂકી છે. એલન મિલ્કની કિંમત ઘટાડવા માટે ઓફિસમાં ટોયલેટ પેપરની સુવિધા નાબૂદ કરવામાં આવી છે. સ્થિતિ એવી છે કે કર્મચારીઓને ટોઇલેટ પેપર લઇને ઓફિસ આવવું પડે છે.
આ પણ વાંચો : એલોન મસ્ક છોડી શકે છે ટ્વિટરનું CEO પદ : લોકોનો લીધો અભિપ્રાય
કર્મચારીઓ ટોઇલેટ પેપર લાવવા મજબૂર બન્યાં
મસ્કે ટ્વિટરને પોતાના હાથમાં લીધા બાદ તેની પોલિસી એક પછી એક બદલાતી રહી છે. એલોન મસ્કે તાજેતરમાં ટ્વિટરના ઘણા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો. આ ઉપરાંત ટ્વિટરની ઓફિસમાં ઘણી સેવાઓ બંધ કરાઈ છે, જેમાં ડેટા સેન્ટર બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. મસ્કે ટ્વિટરના ખર્ચને ઘટાડવા માટે ઓફિસનું ભાડું, સેવાઓ, રસોડાની સેવા, કર્મચારીઓને મળતા ખર્ચ બંધ કરી દીધા છે. હવે તેઓએ ઓફિસના ચોકીદાર અને સુરક્ષા સેવાઓમાં પણ ઘટાડો કર્યો છે. પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ટ્વિટરની સાન ફ્રાન્સિસ્કો ઓફિસમાં ચારેબાજુ અવ્યવસ્થા છે. દુર્ગંધ અને સડોના કારણે ઓફિસમાં કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે, જ્યારે હેન્ડવોશ અને ટોઇલેટ પેપર જેવી આવશ્યક વસ્તુઓ રેસ્ટરૂમમાં ઉપલબ્ધ નથી.
ટ્વિટર ઓફિસની ખરાબ હાલત
તેથી હવે, કર્મચારીઓએ શૌચાલયનો ઉપયોગ કરવા માટે તેમના ઘરેથી ટોઇલેટ પેપર લાવવું પડશે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર ટ્વિટરની ઓફિસોમાંથી સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખર્ચ ઘટાડવા માટે ચોકીદારોને હટાવી દેવામાં આવ્યા છે. ઓફિસ મેન્ટેનન્સ એજન્સીઓના લેણાં ક્લિયર કરવામાં આવતા નથી, જેના કારણે ત્યાં સફાઈ થઈ રહી નથી. લોકો ગંદકી વચ્ચે કામ કરવા મજબૂર છે. મસ્કના આ નિર્ણયોને કારણે કર્મચારીઓએ ટોયલેટ પેપર લઈને ઓફિસ પહોંચવું પડે છે. ખર્ચમાં ઘટાડો કરવા માટે મસ્ક સતત કામ કરી રહ્યો છે.