ઇલોન મસ્કે PM મોદીને X પર 100 મિલિયન ફોલોઅર્સ થવા બદલ આપ્યા અભિનંદન, જાણો શું કહ્યું
- PM મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 100 મિલિયન ફોલોઅર્સ સાથે સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બન્યા
નવી દિલ્હી, 20 જુલાઈ: PM મોદીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર હાલમાં 100 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે. PM મોદી X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા છે. આવી સ્થિતિમાં દેશ-વિદેશના પ્રખ્યાત લોકો તેમને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન Xના માલિક ઇલોન મસ્કે પણ PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. 19 જુલાઇને શુક્રવારે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને X પર લોકો દ્વારા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
I am a fan of Modi, says Elon Musk after meeting with Modi ji in New York 🔥🔥
— Raghu (@IndiaTales7) July 19, 2024
ઇલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 100 મિલિયન ફોલોઅર્સ સાથે X (અગાઉનું ટ્વિટર) પર સૌથી વધુ અનુસરવામાં આવતા વિશ્વ નેતા બની ગયા છે. આ યાદીમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન બીજા સ્થાને છે, જેમના 37 મિલિયન ફોલોઅર્સ છે. પોપ ફ્રાન્સિસ 18 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા સ્થાને છે. આ દરમિયાન ઇલોન મસ્કે X પર પોસ્ટ મૂકીને લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી વધુ ફોલો કરવામાં આવતા વિશ્વ નેતા બનવા બદલ અભિનંદન.‘
પીએમ મોદીની લોકપ્રિયતા આખી દુનિયામાં જોઈ શકાય છે. પીએમ મોદી X પર 100 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચી ગયા છે. આ પહેલા UPના CM યોગી આદિત્યનાથે પણ PMને અભિનંદન પાઠવ્યા હતા. X પર સૌથી વધુ અનુસરતા લોકોની દ્રષ્ટિએ, ટેસ્લાના CEO ઇલોન મસ્ક, જેમણે ટ્વિટર (હવે X)ને ઓક્ટોબર 2022માં હસ્તગત કર્યું, 190 મિલિયનથી વધુ ફોલોઅર્સ સાથે ટોચનું સ્થાન ધરાવે છે.
આ પણ જૂઓ: વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ બ્રિજ પર તમામ ટ્રાયલ રહ્યા સફળ: આ દિવસથી દોડશે ટ્રેનો