સાયન્સ એન્ડ ટેકનોલોજી

બ્લુ ટિક મુદ્દે એલન મસ્કે બદલ્યો નિર્ણય : હવે આવશે નવી વ્યવસ્થા

બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનને લઈને એક ખૂબ જ મહત્વનાં સમાચાર સામે આવ્યાં છે. ટ્વિટરે શરુ કરેલ પેઈડ બ્લુ ટિકની સેવાને હાલ પૂરતી મોકૂફ રાખેલ છે. એક રિપોર્ટ અનુસાર ટ્વિટરે $7.99 માં આપવામાં આવતુ બ્લુ સબ્સ્ક્રિપ્શનને સ્થગિત કરવામાં આવ્યુ છે.  ટ્વિટરે  તેના IOS યુઝર્સ માટે આ ખાસ સેવા શરુ કરી હતી પરતું હાલ પૂરતી આ સેવા મોકૂફ રાખવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર IOS યુઝર્સ માટે ટ્વિટરના સાઈડબાર માં બ્લુ સબ્સ્ક્રિપ્શન માટેનો વિકલ્પ ઉપલબ્ધ હતો પરતું અત્યારે તે દેખાઈ રહયો નથી.

આ પણ વાંચો : એલોન મસ્કની વધશે મુશ્કેલીઓ : સગર્ભા કર્મચારીએ કેસ કરવાની આપી ધમક

નવી પેઈડ સેવા પછી બહાર આવ્યા ફેક એકાઉન્ટ

નવી પેઈડ વેરીફીકેશ સેવાના ફીચર ચાલુ થતા જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પ તેમજ અન્ય સેલિબ્રીટીઓના પણ  ફેક ટ્વિટરે એકાઉન્ટ સામે આવ્યા છે, તેટલુ જ નહી અગાઉથી વેરીફાય એકાઉન્ટના ગેમિંગ કેરેક્ટર સુપર મારિયો અને બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સના ફેક પણ ફેક એકાઉન્ટ સામે આવ્યા છે.

એલન મસ્કે મામલો હાથમાં લીધો

એલન મસ્કે આ સમગ્ર મામલો પોતાના હાથમાં લઈને ટ્વિટ કર્યું છે કે જે એકાઉન્ટ ફેક છે અને અન્ય વ્યક્તિને દર્શાવે છે તેને ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે, જ્યાં સુધી તે ફેક એકાઉન્ટ સાબિત નઈ થાય. ધ વર્જના અહેવાલ અનુસાર , આ પ્રકારને યુઝર્સને થતી મુશ્કેલીઓના કારણે બ્લુ  સબ્સ્ક્રિપ્શનને મોકૂફ રાખેલ છે.

Twitter - Hum Dekhenge News
Elon Musk Twitter

હાલમાં જ શરુ થયેલી બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા ઠપ

એલન મસ્કે 27 ઓકોટોબેરના ટ્વિટર ખરીદીના પાંચ દિવસ પછી બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા શરુ કરવાનું જાહેર કર્યું હતું. હાલમાં જ શરુ થયેલી બ્લુ ટિક સર્વિસ માટે યુઝર્સને 8 ડોલરનો ચાર્જ આપવો પડશે, તેવી જાહેરાત કરી હતી. આ ચાર્જ બધા જ દેશ માટે અલગ અલગ હશે.

બ્લુ યુઝર્સને જ મળશે બ્લુ ટિક 

એલન મસ્કે છેલ્લા અઠવાડીએ જણાવ્યું કે જે યુઝર્સના વેરીફાઈડ એકાઉન્ટ છે તેમને જ બ્લુ ટિક મળશે તેમને  બ્લુ ટિક માટે ચાર્જ ચૂકવવો પડશે . એલન મસ્કે વેરીફાઈડ એકાઉન્ટને સબ્સ્ક્રિપ્શન સેવાના ઉઅપયોગા માટે 3 મહિનાનો  ગ્રેસ પીરિયડ મળશે . જો સબ્સ્ક્રિપ્શન નઈ ખરીદે તો બ્લુ ટિક હટાવવામાં આવેશે.

ભારતમાં બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન માટે 719 રૂપિયા ચુકવવા પડશે

ભારતના કેટલાક યુઝર્સને  10 નવેમ્બરની રાત્રે  એપલ  એપ સ્ટોર પર પોપ -ઓપ મળ્યું હતું. આમાં બ્લુ સબ્સ્ક્રિપ્શનની માસિક કીંમત 719 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે. જો કે આ કીંમત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

પહેલા કયા યુઝર્સને મળતું હતું બ્લુ ટિક ?

પહેલા ટ્વિટર પર બ્લુ ટિક સર્વિસ યુઝર્સને આઇડેન્ટિટી વેરીફીકેશન પછી મળતી હતી . હાલમાં પૈસાથી બ્લુ ટિક ખરીદી શકાય છે. જેથી અનેક ફેક એકાઉન્ટનમાં ઝડપી વધારો જોવા મળ્યો છે માટે હાલ પૂરતી બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સ્થગિત રાખ્યું છે.

Back to top button