ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Deepfake સામે લડવા Elon Muskની તૈયારી, X પર લાવ્યા નવું અપડેટ

Text To Speech

કેલિફોર્નિયા (અમેરિકા), 05 મે 2024: ટેક્નોલોજીએ આપણું જીવન ખૂબ જ સરળ બનાવ્યું છે. પરંતુ, તેના વધતા ઉપયોગ વચ્ચે સ્પામ અને છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. છેતરપિંડી કરવા માટે Deepfake નામની નવી ટેક્નોલોજીનો આડેધડ ઉપયોગ થવા લાગ્યો છે. જેના કારણે ડીપફેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. હવે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે આને રોકવાની તૈયારી કરી છે. તેઓ X પર ઇમ્પ્રૂવ્ડ ઇમેજ મેચિંગ નામનું નવું અપડેટ લાવ્યા છે.

ડીપફેકને રોકવા X પર આવશે નવું ફીચર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના માલિક એલન મસ્ક હવે ડીપફેકને ક્રેક ડાઉન કરવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કે શનિવારે જણાવ્યું હતું કે “ઇમ્પ્રૂવ્ડ ઇમેજ મેચિંગ” નામનું નવું અપડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર Deepfake તેમજ શેલોફેક્સ કન્ટેન્ટ પર કડક નજર રાખશે. આ નવા ફીચર દ્વારા અસલી અને નકલી ફોટોની ઓળખ પણ સરળતાથી થશે. મસ્કના જણાવ્યા મુજબ, નવી અપડેટ સાથેની 30%થી વધુ પર નોટ્સ બતાવશે જેમાં એક ફોટોની જેમ અન્ય ફોટો સમાન હોય. તેમણે કહ્યું કે આ પગલું ડીપફેકને રોકવામાં ખૂબ મદદગાર સાબિત થશે.  હવે Xનું નવું અપડેટ આવા કન્ટેન્ટને ઓળખશે અને તેના પર નોટ્સ દેખાડશે.

આવી રીતે કામ કરશે આ નવું ફીચર

Shallowfakes એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદ વગર અને વ્યાપકપણે ઉપલબ્ધ એડિટિંગ અને સોફ્ટવેર ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ફોટા, વીડિયો અને વૉઇસ ક્લિપ્સ છે. આવા ફોટા પરની X નોટ્સ મેળ ખાતા ફોટા ધરાવતી પોસ્ટ પર આપમેળે દેખાય છે. ઉલ્લેખનીય છે કે,  વૈશ્વિક ચૂંટણીની મોસમ પહેલા, નિષ્ણાતોએ ચૂંટણીમાં દખલ કરવાના હેતુથી ફેક ન્યૂઝ અને Deepfake ના ફેલાવા અંગે ચેતવણી આપી છે. વિશ્વભરના 22 વૈશ્વિક માનવાધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નિષ્ણાતોની બનેલી સ્વતંત્ર દેખરેખ બોર્ડે વૈશ્વિક ચૂંટણીઓને જોખમમાં મૂકતા ડીપફેકનો સામનો કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી છે.

આ પણ વાંચો: ટેસ્લા હ્યુમનૉઇડ રોબોટ્સ આવતા વર્ષે વેચાણ માટે થશે ઉપલબ્ધ, એલોન મસ્કે આપી માહિતી

Back to top button