દુનિયા આખી બેરોજગાર થઈ જશે? Elon Muskની ભવિષ્યવાણીએ લોકોને ડરાવ્યા


અમેરિકા, 27 માર્ચ 2025 : અમેરિકન અબજોપતિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે (Elon Musk) AIને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે AI આવનારા વર્ષોમાં તમામ નોકરીઓને ખતમ કરી દેશે. પેરિસમાં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન મસ્કે પોતાના ભાષણમાં કહ્યું હતું કે દુનિયામાં કોઈની પણ પાસે કામ નહિ બચે અને AI અને રોબોટ્સ બધું જ કરશે. વ્યક્તિ નોકરી માત્ર શોખ તરીકે કરશે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી એવો ડર છે કે AI મનુષ્યનું સ્થાન લેશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
કામ કરવું વૈકલ્પિક રહેશે- Elon Musk
Elon Muskએ કહ્યું, “કદાચ આપણામાંથી કોઈની પાસે નોકરી નહીં હોય.” તેમણે કહ્યું કે AI રોબોટ્સ તમામ ભૂમિકાઓ સંભાળશે અને નોકરીઓ કરવી વૈકલ્પિક બની જશે. જો કોઈને શોખ હોય તો તે નોકરી કરશે, પરંતુ AI અને રોબોટ્સ દરેક કામ કરી શકશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં વિશ્વને સાર્વત્રિક ઉચ્ચ આવકની વ્યવસ્થાની જરૂર પડશે જેથી લોકો પાસે જીવવા માટે પૂરતા સંસાધનો હોય. ટેસ્લાના સીઈઓએ કહ્યું કે AI અને રોબોટ્સ આવ્યા પછી લોકોના જીવનનો કોઈ અર્થ બચશે?
મસ્કે કહ્યું- માનવતા માટે AI બનાવવાની જરૂર છે
ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે મસ્કએ AI વિશે ચિંતા વ્યક્ત કરી હોય. તેમણે અગાઉ પણ AIના ઝડપી વિકાસ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકન અબજોપતિએ એ પણ દોહરાવ્યું કે એઆઈને સત્ય શોધવા અને માનવતાના કલ્યાણની સેવા કરવા માટે ડિઝાઇન કરવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું કે હાલમાં, મોટા AI કાર્યક્રમોને સત્યને બદલે રાજકીય રીતે યોગ્ય બનવાની તાલીમ આપવામાં આવી રહી છે. મસ્કે પોતાના ભાષણમાં લોકોને તેમના બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની સલાહ પણ આપી હતી.
આ પણ વાંચો : ચીનના ડૉકટરોની કરામત, પહેલીવાર વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું ભુંડનું લિવર