બિઝનેસ

એલોન મસ્ક ફરી બન્યા વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, નેટવર્થમાં આટલા બિલિયનનો થયો વધારો

Text To Speech

દુનિયાના સૌથી અમીર લોકોમાંના એક ટ્વિટરના માલિક એલોન મસ્ક ફરીવાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, મસ્કે ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે. અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો થયા પછી, ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અમીરોની યાદીમાં સતત સરકી રહ્યા છે. ટેસ્લા ઇન્કના શેરમાં 90%ના ઉછાળા પછી એલોન મસ્ક ફરીથી અમીરોની યાદીમાં ટોચ પર છે.એલોન મસ્ક - Hum Dekhenge Newsમસ્કે બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડી દીધા છે, જેમની કુલ સંપત્તિ $185 બિલિયન છે. બીજી તરફ, હિંડનબર્ગના અહેવાલ બાદ એક સમયે બીજા સ્થાને રહેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત સરકી રહ્યા છે. અદાણી અત્યારે 32મા નંબર પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ વિશ્વના સૌથી ધનિક લોકોની દૈનિક રેન્કિંગ બહાર પાડે છે. તે ન્યૂયોર્કમાં દરેક વ્યવસાય દિવસના અંતે શ્રીમંતોની સંપત્તિને અપડેટ કરે છે.

Back to top button