નેશનલવર્લ્ડ

PM મોદીને મળ્યા બાદ મસ્કની જાહેરાત; કહ્યું, TESLA જલ્દી ભારતમાં પ્રવેશ કરશે

Text To Speech

HD ન્યુઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ન્યૂયોર્કમાં ટેસ્લાના સ્થાપક એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ બેઠકને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી હતી, જેમાં સૌથી મહત્વપૂર્ણ પાસું ટેસ્લાને ભારતમાં લાવવા સંબંધિત છે. એ પ્રશ્ન સતત ચર્ચાઈ રહ્યો છે કે શું ઈલોન મસ્ક ભારતમાં ટેસ્લાનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહ્યા છે? પીએમ મોદીને મળ્યા બાદ હવે ખુદ ઈલોન મસ્કએ જવાબ આપ્યો છે.

મોદીને મળવું સન્માનની વાતઃ મોદીને મળવું સન્માનની વાતઃ પીએમ મોદીને મળ્યા બાદ ઈલોન મસ્કે ટ્વીટ કર્યું, ‘પીએમ મોદીને મળવું સન્માનની વાત છે’, જેના જવાબમાં પીએમ મોદીએ લખ્યું- તમને મળીને ખૂબ આનંદ થયો, આ દરમિયાન અમે એનર્જીથી લઈને આધ્યાત્મિકતા સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી. સારી ચર્ચા થઈ.

ભારતમાં નોંધપાત્ર રોકાણઃ પીએમ મોદી સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા એલોન મસ્કે કહ્યું કે ટેસ્લા ઇન્ક. ભારતમાં શક્ય એટલું જલદી નોંધપાત્ર રોકાણ કરે તેવી શક્યતા છે. એલોન મસ્કએ કહ્યું કે મને ખાતરી છે કે ટેસ્લા ભારતમાં હશે અને અમે શક્ય તેટલું જલ્દી કરીશું. અમે કોઈ ઉતાવળે નિર્ણય લેવાના નથી પરંતુ મને લાગે છે કે ભારતમાં નોંધપાત્ર રોકાણ થવાની ઘણી સંભાવનાઓ છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસની શરૂઆત : ન્યુયોર્ક એરપોર્ટ ઉપર પહોંચ્યા PM

Back to top button