ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

મસ્કનો મોટો નિર્ણય, Blue Tick સબસ્ક્રિપ્શન પર હાલ પૂરતી રોક

Text To Speech

Twitter પર Blue Tick સબસ્ક્રિપ્શનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. Twitterના વડા એલોન મસ્કે Blue Tick સબ્સ્ક્રિપ્શનને ફરીથી લૉન્ચ કરવા પર રોક લગાવી છે જ્યાં સુધી પ્લેટફોર્મ ખાતરી ન કરે કે નકલી એકાઉન્ટ્સ સંપૂર્ણપણે ખતમ થઈ જાય. અને નકલી એકાઉન્ટ પર કાર્યવાહી કર્યા પછી Twitter દ્વારા Blue Tick સબસ્ક્રિપ્શન શરૂ કરી શકાય છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે Blue Tick સબસ્ક્રિપ્શન પ્લાન 29 નવેમ્બરથી ફરી શરૂ થશે, પરંતુ આ નવા અપડેટ પછી યુઝર્સને થોડા વધુ દિવસો રાહ જોવી પડશે.

એલોન મસ્કે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે અને કહ્યું છે કે, ‘Blue વેરિફાઈડના રિલોન્ચ પ્રોગ્રામને ત્યાં સુધી રોકી રહ્યું છે જ્યાં સુધી ફેક એકાઉન્ટ વિશે સંપૂર્ણ વિશ્વાસ ન આવે. વ્યક્તિગત એકાઉન્ટ્સની તુલનામાં સંસ્થાઓ માટે અલગ રંગની ચકાસણીનો ઉપયોગ કદાચ કરવામાં આવશે.

elon-musk-blue-tick
elon-musk-blue-tick

આ સાથે, કંપની કોઈપણ સંસ્થા અથવા કંપનીને વિવિધ રંગની ટિક આપવા પર પણ કામ કરી રહી છે, ત્યારબાદ દરેક શ્રેણીના આધારે ટિક આપવામાં આવશે, કારણ કે હવે દરેકને Blue Tick આપવામાં આવી રહી છે. આ નવી સિસ્ટમ પછી યુઝર્સને વિવિધ રંગોની વેરિફિકેશન ટિક આપવામાં આવી શકે છે. એલોન મસ્કે પણ ટ્વિટર દ્વારા આ માહિતી આપી છે.

એલોન મસ્કે Twitterને ટેકઓવર કર્યા પછી ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં Blue Tick Subscription વગેરેનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે Twitterએ બ્લુ ટિક વેરિફિકેશનવાળા યુઝર્સ માટે એક ફી નક્કી કરી હતી, જેમાં યુઝર્સને દર મહિને 8 ડોલર ચૂકવવાના હતા. જો કે આ નિર્ણય પર પણ રોક લગાવી દેવામાં આવી છે.

મસ્કે Twitter પર ઘણા ફેરફારો કર્યા

મસ્ક દ્વારા Twitterની કમાન સંભાળ્યા બાદ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પહેલા તેણે કંપનીના CEO સહિત અનેક અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો. આ પછી Twitterમાં છટણીનો તબક્કો પણ શરૂ થયો. આ સાથે Blue Tick સબ્સ્ક્રિપ્શન પણ તેનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે.

Back to top button