મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાતી પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 11 જેટલા નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
નારાજ નેતાઓ ગુજરાત પહોંચ્યા હોવાની શક્યતા
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ચર્ચાએ ગઈકાલથી જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે શિવસેનાના 11 જેટલા નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાતની શક્યતા
મહત્વની બાબત એ છે કે આજે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા વિશ્વ યોગા દિવસના તમામ કાર્યક્રમોની સમીક્ષા કરવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ વિશ્વ યોગા દિવસના સીઆર પાટીલના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. જેની પાછળ શિવસેના નારાજ ધારાસભ્ય સાથેની મુલાકાત કારણભૂત માનવામાં આવે છે. સીઆર પાટીલ પોતે મરાઠી છે અને તેઓ મુંબઈના શિવસેનાના ધારાસભ્યો સાથે ખૂબ સારી રીતે સંપર્કમાં છે. દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા આ ગુપ્ત રાહે નારાજ શિવસેનાના ધારાસભ્યોને પોતાના તરફેણમાં લાવવા માટેનો પ્રયાસ શરૂ કરાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. શિવસેનાના ધારાસભ્ય હાલ તેમના જ પક્ષના નેતાઓથી નારાજ હોય તેવી ચર્ચા વહેતી થઈ છે.
મોટી રાજકીય ઉથલપાથલની શક્યતા
શિવસેના નારાજ ધારાસભ્યોને ભાજપ તરફેણમાં લાવવા માટે દેવેન્દ્ર ફડણવીસ અને સી.આર.પાટીલ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હોવાનું સામે આવી રહ્યું છે. મુંબઈના તમામ શિવસેનાના ધારાસભ્ય અને સુરતમાં રોકાણ કરવામાં આવ્યું હતું અને આજે તેઓ ભાજપ સાથે મળીને કોઈ મોટી જાહેરાત કરી શકે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ નથી. મોટી રાજકીય હિલચાલને કારણે સી.આર.પાટીલ દ્વારા ગઈકાલે જ વિશ્વ યોગા દિવસના કાર્યક્રમ રદ કર્યા હોવાનો મેસેજ મીડિયામાં આપી દેવાયો હતો. આ રાજકીય ઉથલપાથલને કારણે તેઓ અહીં વ્યસ્ત હોવાને કારણે યોગ દિવસમાં હાજરી આપી ન શક્યા હોય તેવું પ્રબળપણે શક્યતા છે. હવે આ નારાજ ધારાસભ્યો સાથે ભારતીય જનતા પાર્ટી કયા પ્રકારની ગોઠવણ કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. જો આ નારાજ ધારાસભ્ય શિવસેનાના ભારતીય જનતા પાર્ટી સાથે આવવા તૈયાર થાય તો મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે.
ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક બોલાવી
એકનાથ શિંદે નોટ રિચેબલ થયા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. CM ઉદ્ધવે બપોરે 12 વાગ્યે આ બેઠક બોલાવી છે.
કયા કયા ધારાસભ્યો સંપર્ક વિહોણા?
1.એકનાથ શિંદે
2. અબ્દુલ સત્તાર
3. શંભૂરાજ દેસાઇ
4. સંદિપાન ભૂમરે
5. ઉદયશસહ રાજપૂત
6. ભરત ગોગાવલે
7. નિતીન દેશમુખ
8. અનિલ બાબર
9. વિશ્વનાથ ભોઇર
10. સંજય ગાયકવાડ
11. સંજય રામુલકર
12. મહેશ સિંદે – કોરેગાંવ
13. શહાજી પાટીલ
14. પ્રકાશ અબિટકર
15. સંજય રાઠોડ
16. જ્ઞાનરાજ ચૌગુલે
17. તાનાજી સાવંત
18. સંજય શિરસાટ
19. રમેશ બોરનારે
મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવાર જીત્યા
ભારતીય જનતા પાર્ટીએ સોમવારે મહારાષ્ટ્રની સત્તા પર આરૂઢ મહાવિકાસ અઘાડીને વધુ એક ઝાટકો આપતા વિધાન પરિષદની તે તમામ બેઠક કે જેના પર તેમને ઉમેદવાર ઊભા રાખ્યા હતા તે બેઠક પર જીત મેળવી છે. શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 2-2 સીટ મળી છે જ્યારે કોંગ્રેસને 1 જ સીટથી સંતોષ મનાવવો પડ્યો છે. વિધાન પરિષદની 10 સીટ માટે ચૂંટણી થઈ હતી જેમાં 11 ઉમેદવારો ઊભા હતા. ભાજપે હાલમાં જ રાજ્યસભા ચૂંટણીમાં પણ શિવસેનાને મ્હાત આપી હતી.
વિધાનસભામાં ભાજપની પર્યાપ્ત સીટ છે, જેના કારણે તે પરિષદની ચાર સીટ પર સહેલાયથી પોતાના ઉમેદવારોને જીતાડવામાં સફળ થયા. આ ઉપરાંત ભાજપના પાંચમા ઉમેદવાર પ્રસાદ લાડ પણ પોતાની પાર્ટીની બહારના ધારાસભ્યોના સમર્થનથી વિધાન પરિષદ પહોંચવામાં સફળ થયા છે.