અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ : આકરી કાર્યવાહી, 11 નોકરિયાત ઉમેદવારોને કરાયા સસ્પેન્ડ

  • ઉર્જા વિભાગ કૌભાંડનો મામલો
  • અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ
  • ઉર્જા વિભાગની આકરી કાર્યવાહી

રાજ્યમાં એક બાદ એક ભરતી કૌભાંડ સામે આવી રહ્યા છે. સમગ્ર રાજ્યના લાખો વિદ્યાર્થીઓને જાણે હવે સીધી ભરતી પ્રક્રિયા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. LRD હોય, બિનસચિવાલય હોય કે પછી હોય ઓડિટરની ભરતી. છેલ્લા કેટલાક વર્ષોથી ભરતીઓમાં ગેરરીતી, પેપર ફૂટવા કે પછી સોદાબાજીથી નોકરી આપી દીધાના આરોપો અને ઘટસ્ફોટો થયા છે. ત્યારે આવા જ એક ભરતી કૌભાંડ મામલે ઉર્જા વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,રાજ્યમાં ઉર્જા વિભાગની ભરતી પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે ઉર્જા વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. થોડાક દિવસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 9 જેટલા નોકરિયાત ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આજે ઉર્જા વિભાગના સંબંધિત મુખ્ય અધિકારીઓ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના 9 જેટલા નોકરિયાત ઉમેદવારોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે. તથા અરવલ્લી જિલ્લાની 2 મહિલા ઉમેદવાર જે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ્યા છે, તેમને પણ સસ્પેન્ડ કરાયા છે.

મહત્વનું છે કે, 10થી 12 લાખ રૂપિયાની રકમમાં ઉમેદવારની નોકરીનું સેટિંગ પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ફક્ત 24 એજન્ટ આરોપીઓની ધરપકડ થઈ છે અને માત્ર 13 જ નોકરીએ લાગેલા ઉમેદવારોની ધરપકડ થઇ હતી. અંદાજે 200 જેટલા અન્ય સેટિંગબાજ ઉમેદવારો આ કૌભાંડમાં સામેલ હોવાનું મનાય છે.

સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદી : 
(1)નિશાબેન પ્રકાશભાઈ પટેલ
(2)જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ
(3)ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા
(4)નીલમબેન વિક્રમભાઈ ચાવડા
(5)પ્રકાશ કુમાર મગનભાઈ વણકર
(6)અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા
(7)મનીષકુમાર ધનજીભાઈ પારઘી
(8)રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા
(9)આસિમ યુનુસભાઇ લોઢા
(10)જલકબેન મનહરભાઈ ચૌધરી
(11)નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ

અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી :
(1)ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા
(2)મનોજ મંગળભાઈ મકવાણા
(3)નિકુંજ કુબેરભાઈ મકવાણા
(4)સત્યેષ પાટીલ
(5)બિપીનચંદ્ર પરમાર
(6)નિસર્ગ બાબુભાઇ પાર્થ
(7)નટવરભાઈ શંકરભાઇ પટેલ
(8)ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ
(9)નારાયણ ભોજાભાઈ મારુ
(10)પિયુષ હરગોવીંદભાઈ પટેલ
(11)અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ
(12)મિતેષ હસમુખભાઈ પટેલ

અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી :
(1)નિશાબેન પ્રકાશભાઈ પટેલ
(2)જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ
(3)ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા
(4)નીલમબેન વિક્રમભાઈ ચાવડા
(5)પ્રકાશ કુમાર મગનભાઈ વણકર
(6)અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા
(7)મનીષકુમાર ધનજીભાઈ પારઘી
(8)રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા
(9)પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી
(10)આસિમ યુનુસભાઇ લોઢા
(11)જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ

આ પણ વાંચો :ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં 11 શખ્સોની ધરપકડ, યુવરાજ સિંહે કહ્યું- જો તે સમયે….. 

Back to top button