ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરીસંવાદનો હેલ્લારો

માલિકને મળવા હોસ્પિટલ પહોંચ્યો હાથી: વીડિયો જોઈને તમારી આંખમાં પણ આવી જશે આંસુ

HD ન્યૂઝ ડેસ્ક, 11 ફેબ્રુઆરી: 2025: એવું કહેવાય છે કે હાથીઓ ખૂબ બુદ્ધિશાળી પ્રાણીઓ છે અને સાથે ખૂબ જ લાગણીશીલ પણ હોય છે. જે લોકો તેમની સંભાળ રાખે છે તેઓ તેમને ખૂબ પ્રેમ કરે છે. પણ જ્યારે તે કોઈના પર ગુસ્સે થાય છે, ત્યારે તેને પણ તે યાદ રાખે છે. તેઓ તેમના માલિકને સાથે ગાઢ સંબંધ બનાવે છે અને જીવનભર તેમની સાથે રહે છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં હાથી અને તેના માલિકના વચ્ચેનો ભાવનાત્મક બંધન સ્પષ્ટપણે જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કંઈક ને કંઈક વાયરલ થતું જોવા મળે છે. અત્યારે પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હાથી છેલ્લી વાર પોતાના માલિકને વિદાય આપવા આવ્યો છે. તેનો માલિક ખૂબ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે. હાથીએ ત્યાં જે કર્યું તેનાથી તમને ખ્યાલ આવશે કે આ પ્રાણી કેટલું બુદ્ધિશાળી છે અને તેમાં પણ માણસોની જેમ પ્રેમની લાગણી છે.

જાણો શું છે વીડિયોમાં
આ વીડિયોમાં એક હાથી તેના માલિકને છેલ્લી વાર વિદાય આપવા આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે હાથીની સંભાળ રાખતા માણસની તબિયત ગંભીર છે. બસ આ જ કારણથી હાથીને તેના માલિકને મળવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. માલિક હોસ્પિટલમાં બીમાર છે. તેની છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હોય તેવી સ્થિતિ છે. પછી હાથી હોસ્પિટલમાં ધીમે ધીમે અંદર જાય છે અને આવીને તેના માલિકની ચાદર ખસેડવાનું શરૂ કરે છે. તે પછી તે ત્યાં બેસે છે. જ્યારે તેનો માલિક હાથ લંબાવે છે, ત્યારે હાથી પણ તેની સૂંઢ ઊંચી કરે છે અને માણસને સ્પર્શ કરવાનું શરૂ કરે છે. આ પ્રેમાળ લાગણી જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે.

ટ્વિટર એકાઉન્ટ @AMAZlNGNATURE ઘણીવાર આપણને હેરાન અથવા તો ચોંકાવી દે તેવા વીડિયો પોસ્ટ કરવામાં આવતા હોય છે જે જાનવરો સાથે જોડાયેલ હોય છે. પરંતુ હાલમાં એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક હાથી તેના માલિકને છેલ્લી વાર વિદાય આપવા આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે હાથીની સંભાળ રાખતા માણસની તબિયત ગંભીર છે. બસ આ જ કારણથી હાથીને તેના માલિકને મળવા માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો..માચીસ જેવું ઘર અને ભાડું 25 હજાર, જાણો ઘરના શું છે ફાયદા

Back to top button