ગુજરાતટોપ ન્યૂઝ

વીજ ચેકીંગ મેગા ડ્રાઇવ: પોલીસ અને GEB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું

વીજ ચેકીંગ મેગા ડ્રાઇવ પોલીસ અને જીઈબીની ટીમો દ્વારા કરવામાં આવી છે. જેમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાલનપુર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ત્યારે પોલીસ જવાનોની સંખ્યામાં જોડાયા છે. તેમજ 88 જી.ઇ.બીની ટીમો સક્રિય થઇ છે.

આ પણ વાંચો: ગુજરાત: 12 વર્ષે થનારા સર્વેના આધારે જંત્રીના દરોમાં વધારો થશે

37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા

86 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.18 લાખની આકારણી કરવામાં આવી છે. આ ડ્રાઇવ દરમ્યાન 4 ટી.સી., 5૦૦ મી. વાયર અને 7 સબમર્શીબલ પંપ મોટર કબ્જે કરવામાં આવી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં જામનગર શહેર વિસ્તારમાં વીજ કંપનીની 37 ટીમો સાથે 472 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 85 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ. 31.65 લાખની આકારણી કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત મેગા ચેકીંગ ડ્રાઇવ શરૂ કરી ગેરકાયદેસર વીજ જોડાણોને પકડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ વિભાગમાંથી મળેલી માહિતી મુજબ પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર વિસ્તારમાં વીજ કંપનીની 86 ટીમો સાથે 1828 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા છે. તે પૈકી 100 વીજ જોડાણોમાં ગેરરીતી જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.90 લાખની આકારણી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગુનેગારોને દબોચવા પોલીસ મથકો માટે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી લીધો મહત્ત્વનો નિર્ણય

જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ

વીજ ચોરોની સામે કડક કાર્યવાહી કરવા અને તેમને પકડવા માટે ગુજરાત પોલીસ અને વીજ કંપનીઓની વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પંચમહાલ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 200થી વધુ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરીને 3730 વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું છે. જેમાં 397 ગેરકાયદે વીજ જોડાણ પકડાયા છે. આ ગેરરીતિ બદલ તેમની પાસેથી રૂ.165.65 લાખ આકારણીની વસુલાત કરીને કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.

ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ

આ ચેકીંગ દરમ્યાન કેટલીક ફેકટરીઓમાં પણ ગેરકાયદેસર વીજ જોડાણ હોવાનું ધ્યાને આવ્યું છે. તે ઉપરાંત રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર વિસ્તારમાં વીજ કંપનીની 44 ટીમો સાથે 857 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા અને તે પૈકી 126 વીજ જોડાણોમાં ગેરરીતી જણાય આવતા કાયદેસરની કાર્યવાહી કરી રૂ.26 લાખની આકારણી કરવામાં આવી છે. તેવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના 07 ગામો અને ધાંગધ્રા શહેર વિસ્તારમાં વીજ કંપનીની વિવિધ ટીમો સાથે 573 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા.

Back to top button