ગુજરાતટોપ ન્યૂઝ

GETCO દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી રદ્દ, જાણો કારણ

Text To Speech

ગાંધીનગર, 19 ડિસેમ્બર : રાજ્યમાં ફરી એકવાર પરીક્ષા રદ્દ થવાની ઘટના સામે આવી છે. જો કે આ વખતે પરીક્ષા લેવાઈ ગયા બાદ તેને રદ્દ કરવામાં આવી છે. જેમાં વિદ્યુત બોર્ડના GETCO દ્વારા તાજેતરમાં લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરવામાં આવી છે. પરીક્ષા સમયે માર્ગદર્શિકાનો ભંગ થયો હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે.

ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવેલ હતી

મળતી માહિતી મુજબ, GETCO દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. દરમિયાન પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી.

કમિટી દ્વારા તપાસ કરતા ક્ષતિ ધ્યાનમાં આવેલ

જે બાબત ધ્યાને આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિ ધ્યાનમાં આવેલ હતી. ત્યારે આ મામલે આજે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય GETCO દ્વારા લેવામાં આવ્યો છે. આ મામલે એક યુવકે પરીક્ષામાં નિયમ ભંગ અંગે ઉચ્ચ અધિકારીઓને રજુ કરી હતી અને જેના પર ઈચ્છા મૃત્યુની પણ માંગ કરી હતી.

Back to top button