ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

ચાલતી સાયકલમાં ઈલેક્ટ્રીક વાયર ફસાયો, જોત જોતામાં જ બે માસૂમ બાળકો દાઝ્યા, એકનું મૃત્યુ

Text To Speech

આંધ્રપ્રદેશ, 21 ઓગસ્ટ: આંધ્રપ્રદેશના કુડ્ડાપહ જિલ્લામાં બે શાળાના બાળકોને વીજ કરંટ લાગ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. બંને શાળાના બાળકો સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે ઈલેક્ટ્રીક વાયર સાયકલમાં ફસાઈ ગયો હતો અને થોડી જ વારમાં તેમની સાયકલમાં આગ લાગી હતી અને બંને નીચે પડી ગયા હતા. બેમાંથી એક લાંબા સમય સુધી વીજના વાયરને અડી રહેવાથી ઘટના સ્થળે જ દર્દનાક મૃત્યુ પામ્યો હતો, તો બીજો બાળક પણ સાયકલની નજીક હતો, પણ થોડે દૂર પડ્યો હતો. તેની હાલત નાજુક છે અને હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બંને બાળકો પડતાની સાથે જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા. કોઈ રીતે વાયર હટાવીને લોકોએ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ ઘટના કુડ્ડાપહ જિલ્લાના બેલામોંડી વિસ્તારમાં બની હતી. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર વીજ કરંટ લાગતા બાળકોમાંથી એક 10મા ધોરણમાં ભણતો હતો અને બીજો 8મા ધોરણનો વિદ્યાર્થી હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બાળકો પડતાંની સાથે જ સાઈકલમાં વીજ કરંટથી આગ લાગી જાય છે અને લોકો તેમની તરફ દોડે છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા લોકો તંત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે કે શેરીઓમાં વીજળીના ખુલ્લા વાયરો કેવી રીતે પડેલા છે. આ મામલાએ બધાને ચોંકાવી દીધા છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર એવું પણ લખ્યું કે ભારતમાં માનવ જીવનનું મૂલ્ય ઘણું ઘટી ગયું છે. દિલ્હીથી લઈને આંધ્રપ્રદેશ સુધી વીજ કરંટથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે ભારે વરસાદ વચ્ચે વીજ કરંટથી એક યુવકનું મૃત્યુ થયું હતું. દિલ્હીમાં રહીને તેઓ સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યા હતા.

આ પણ વાંચો: કોલકાતા બળાત્કાર-હત્યા કેસ, મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડ્યા એકલા, TMCમાં પણ કકળાટ

Back to top button