ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આ સ્થળો પર ઈલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે

  • વિવિધ વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઉપલબ્ધ થશે
  • નવ ચાર્જિંગ સ્ટેશન તૈયાર છે જ્યારે ત્રણ ઝડપથી કાર્યરત થઈ જશે
  • EV ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી ટુંક સમયમાં પૂરી થઈ જશે

અમદાવાદ શહેરમાં ટૂંક સમયમાં 12 સ્થળો પર ઈલેક્ટ્રિક વ્હિકલના ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે. ઈલેક્ટ્રિક વાહનચાલકોની સરળતા માટે જુદા-જુદા વિસ્તારોમાં સગવડ કરાઇ છે. નવ ચાર્જિંગ સ્ટેશન તૈયાર છે. જ્યારે ત્રણ ઝડપથી જ કાર્યરત થઈ જશે. ઓટોમોબાઈલ પોલિસીમાં પણ જરૂરી સુધારા અને ફેરફાર કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વીજ ક્ષેત્ર નવી પહેલ, મોબાઈલની જેમ પ્રિ-પેઈડ મળશે

વિવિધ વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઉપલબ્ધ થશે

AMC દ્વારા શહેરમાં પર્યાવરણને સાનુકૂળ ઈલેક્ટ્રિક વાહનોના ચાલકો માટે ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઉભી કરાઈ રહી છે. શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં 12 ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બની રહ્યા છે અને તે પૈકી અત્યાર સુધીમાં 9 જેટલા ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી પૂરી થઈ ગઈ છે. જ્યારે ત્રણ સ્થળે આ પ્રકારના સ્ટેશનો બનાવવાની કામગીરી ટુંક સમયમાં પૂરી થશે. જેના પરિણામે ઈલેક્ટ્રિક વાહનો ધરાવતા શહેરીજનોને વિવિધ વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં આ વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો

EV ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી ટુંક સમયમાં પૂરી થઈ જશે

AMC દ્વારા ચાલુ વર્ષના બજેટમાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવાની જાહેરાત કરાઈ હતી અને આ હેતુસર જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા જગ્યા ફાળવવામાં આવી છે. શહેરના એર પોલ્યુશનમાં ઘટાડો થાય તે હેતુસર કેન્દ્રની ગાઈડલાઈનને અનુસરીને ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા વધુને વધુ નાગરિકો તૈયાર થાય હેતુસર પ્રોત્સાહન આપવા માટે ઓટોમોબાઈલ પોલિસીમાં પણ જરૂરી સુધારા અને ફેરફાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બિલ વિના જ રોકડી કરતા વેપારીઓ પર GSTની તવાઇ 

કયા વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો બનશે

સિંધુભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિંગ, પ્રહલાદનગર ગાર્ડન પાસે મલ્ટી લેવલપાર્કિંગ, ગુજરાત વિદ્યાપીઠ પાસે, ચાંદખેડામાં ન્યુ C G રોડ, હરિદર્શન ક્રોસરોડ, કાંકરિયા મલ્ટીલેવલ પાર્કિંગ, મોટેરામાં કોટેશ્વર રોડ, બાપુનગર ફ્લાયઓવર બ્રિજ નીચે, નિકોલ-નરોડા રોડ પર EV ચાર્જિંગ સ્ટેશનો તૈયાર થઈ ગયા છે. જ્યારે નારોલ ફ્લાયઓવર બ્રિજ નીચે, CTM ફ્લાયઓવર બ્રિજ નીચે અને ગોવિંદવાડી સર્કલ ખાતે EV ચાર્જિંગ સ્ટેશનોની કામગીરી ટુંક સમયમાં પૂરી થઈ જશે.

Back to top button