ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-થ્રી વ્હીલરને સબસિડી અપાઈ નથી, જાણો શું છે કારણ
- ટુ-વ્હીલરમાં રૂ.12 હજાર અને થ્રી-વ્હીલરમાં રૂ.48 હજાર સબસિડી
- કેટલાક ટેક્નિકલ પ્રશ્નો પણ અવરોધરૂપ હોવાનું કહેવાય
- વર્ષ 2023માં 20 ટુ-વ્હીલર માટે સબસિડી ચૂકવાઈ
ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-થ્રી વ્હીલરને સબસિડી અપાઈ નથી. જેમાં ઇલેક્ટ્રિક ટુ-થ્રી વ્હીલરને સબસિડી આપવામાં આ વર્ષે ‘ફંડના અભાવે’ એકેય ટુ-થ્રી વ્હીલરને સબસિડી અપાઈ નથી. રાજ્ય સરકાર ફંડ રિલીઝ નહીં કરતી હોવાનું ચર્ચામાં છે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ ફેસિલિટેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓ લૂંટાયા!
ટુ-વ્હીલરમાં રૂ.12 હજાર અને થ્રી-વ્હીલરમાં રૂ.48 હજાર સબસિડી
ટુ-વ્હીલરમાં રૂ.12 હજાર અને થ્રી-વ્હીલરમાં રૂ.48 હજાર સબસિડી આપવાનું રાજ્ય સરકારનું ધોરણ નિયત થયેલું છે. રસપ્રદ એ છે કે, વર્ષ 2021-22ની તુલનામાં 62 ટકા ઓછા ટુ-વ્હીલરને તથા 65 ટકા ઓછા થ્રી-વ્હીલરને વર્ષ 2022-23માં સબસિડી ચૂકવાઈ છે, સબસિડી મેળવનારા ઇલેક્ટ્રિક બેટરી ઓપરેટેડ ફોર-વ્હીલરોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે. ટુ અને થ્રી વ્હીલર માટે સબસિડી આપતી નોડલ સંસ્થા- ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે, પણ કેટલા ટુ અને થ્રી વ્હીલર માટે સબસિડી માગતી વર્ષ અરજીઓ આવી, તેનો કોઈ જવાબ ત્યાંથી મળતો નથી.
આ પણ વાંચો: અમદાવાદ: તમારા પતંગની દોરી જીવલેણ નથી ને… જાણો કઇ રીતે બને છે ખતરનાક માંજો
કેટલાક ટેક્નિકલ પ્રશ્નો પણ અવરોધરૂપ હોવાનું કહેવાય
વર્તમાન નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માંડ ત્રણ મહિના બચ્યાં છે, ત્યારે હજી સુધી એકેય વાહનને સબસિડી નહીં આપવા પાછળનું કારણ ‘ગુપ્ત’ હોવાનું જણાવાય છે. અલબત્ત, રાજ્ય સરકાર ફંડ રિલીઝ નહીં કરતી હોવાનું ચર્ચાય છે, તો કેટલાક ટેક્નિકલ પ્રશ્નો પણ અવરોધરૂપ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાએ એન્ટ્રી મારી, હાલ 7 એક્ટિવ કેસ જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ દર્દી
સરકાર ઓછા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરને સબસિડી આપી રહી છે
રાજ્ય સરકાર ઓછા ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરને સબસિડી આપી રહી છે, એટલું જ નહીં, આ વર્ષે તો આ બંને સેગમેન્ટમાં એકેય વાહન માટે સબસિડી ચૂકવાઈ નથી. સૂત્રો કહે છે કે, નાણાકીય વર્ષ 2023માં 20 ટુ-વ્હીલર માટે સબસિડી ચૂકવાઈ છે, પણ એ તો 2022-23માં બાકી હતી, એ અરજીઓમાં જ ચુકવણું થયું છે, નવી એકેય અરજીમાં આ વર્ષે સબસિડી અપાઈ નથી.