સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત


સુરતમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. દુકાનમાં રાખેલ ઈલેક્ટ્રિક બાઈકની બેટરી અચાનક બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહેલ સર્જાઇ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઈલેકટ્રોનિક બાઇકની બેટરી બ્લાસ્ટ
અત્યારે લોકો ઈલેક્ટ્રોનિક બાઈક ખરીદવા તરફ વળ્યા છે. પરંતું છેલ્લા કેટલાક સમયથી ઈલેકટ્રોનિક બાઈકમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના સુરત શહેરમાંથી બહાર આવી છે. જેમાં ઈલેકટ્રોનિક બાઇકની બેટરી બ્લાસ્ટ થયો છે. દુકાનની અંદર રાખેલી બેટરીમાં બ્લાસ્ટ થતા દુકાનની અંદર રાખેલો માલસામાન પણ બળીને ખાખ થઇ ગયો હતો. સાથે જ આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે.
દુકાનમાં રાખેલ બેટરી અચાનક ફાટી
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત શહેરના સચિન વિસ્તારમાં કિરણા સ્ટોરમાં ઈલેક્ટ્રિક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી. ઈલેકટ્રોનિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી આ દરમીયાન અચાનક ધડાકાભેર બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. તેમજ દુકાનને પણ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું.
ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
બેટરી બ્લાસ્ટની આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલાને તાત્કાલિક સુરતની નવી સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અચાનક દુકાનમાં બ્લાસ્ટ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
આ પણ વાંચો :જો તમે પણ છાસવાલાની કોઇ પ્રોડક્ટ લેતા હોય તો ચેતી જજો!