કરણી સેના પ્રમુખ, પાસ તેમજ કોંગ્રેસના 1500થી વધુ આગેવાનોએ કેસરિયા કર્યા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હજુ પણ પક્ષપલટાના મૌસમ થોભવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે આજે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત અને પાસના આગવાનો તમેજ એન.એસ.યુ.આઇ.ના જયશે ભાઇ પટલે , ઉદયભાઇ પટેલ, સુરજભાઇ ડેર, રવિભાઇ પટલે , રવિભાઇ વેકરીયા સહીત 1500 જેટલા કરણી સેનાના આગવાનો અન કાર્યકર્તાને રામ રામ કરી ઢોલ નગારા સાથે સરઘસ કાઢી ભારતીય કાઢી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા.
ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદિપસિંહ વાઘેલાએ તમામ કાર્યકર્તાઓને ખેસ અને ટોપી પહેરાવી સ્વાગત કર્યુ હતુ . ત્યારે આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીનુ તારીખ 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરમના રોજ મતદાન થવા જઇ રહ્યુ છે ત્યારે 8મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ સાથે 1500 જેટલા આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસને રામ રામ કરી ઢોલ નગારા સાથે સરઘસ કાઢી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોચ્યાં હતા. અને તમામ કાર્યકર્તાઓને ખેંસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

પ્રદિપસિંહ વાઘલે વધુમાં જણાવ્યુ હતુ કે , આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા આ તમામ આગેવાનોની શક્તિનો ઉપયોગ આગામી સમયમાં કરવામાં આવશે. આ સાથે કરણી સેનામાં જોડાયેલ રાજ શેખાવતે જણાવ્યું હતુ કે, કરણી સેના 2017થી સામાજીક કાર્ય કરી છે. ત્યારે આ સેના એક ડગલુ આગળ ભરીને દેશની સૌથી મોટી પાર્ટી સાથે જોડાઈ રહી છે.