ગુજરાત

ગુજરાતમાં ટૂંક સમયમાં યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી, ઝવેરી પંચના રિપોર્ટ બાદ થશે જાહેરાત

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાઈ શકે તેવા એંધાણ હાલ મળી રહ્યા છે. મળતી માહીતી મુજબ ખેડા- બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપરાંત અન્ય નગરપાલિકાઓની ચૂંટણી ટૂક સમયમાં યોજાઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતના વિવાદનો હવે થોડા સમયમાં અંત આવી શકે તેવા એંધાણ હાલ મળી રહ્યા છે.

ઓબીસી અનામત મામલે ઝવેરી પંચની કરી હતી રચના

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી અનામત આપવાનો મુદ્દો ચગી રહ્યો છે. જેની સૌથી વધુ અસર ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. ત્યારે ગુજરામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામતની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પુરતુ પ્રતિનિધિત્વ મળે તે હેતુથી એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો હતો. જેના અધ્યક્ષ હાઈકોર્ટના નિવૃત ન્યાયાધિશ કે. એસ ઝવેરીને રાખવામા્ં આવ્યા હતા.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-humdekhengenews

અનામત અંગેનો રિપોર્ટ આ મહિનામાં સોંપી શકે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ટકા અનામત આપવી તેના માટેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ત્યારે આ પંચ સરકારને અનામત અંગેનો રિપોર્ટ આ મહિનામાં સોંપી દે તેવી વિગતો હાલ મળી રહી છે. જેમાં 20થી 27 ટકા અનામત ફાળવાય તેવી સંભાવના છે.

ઝવેરીપંચના રિપોર્ટ બાદ થઈ શકે છે ચૂંટણીનું એલાન

ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી ઓબીસી અનામતના મુદ્દાને કારણે રદ કરવામા આવી હતી. ત્યારે હવે પંચાયતોમાં ઓબીસી અનામત ફાળવવા જસ્ટીસ ઝવેરીપંચે જુદા રાજકીય પક્ષોના નેતા-કાર્યકરોની ધ્યાનમાં રાખીને રિપોર્ટ તૈયાર કર્યો છે. ઝવેરી પંચના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર ગ્રામપંચાયતોની ચૂંટણીનું એલાન કરી શકે છે. ઝવેરીપંચ પંચાયતોમાં 20 ટકાથી માંડીને 27 ટકા સુધી ઓબીસી અનામત ફાળવી શકે છે. જેના આધારે રાજ્ય ચૂંટણીપંચ ગુજરાતમાં 3835 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજી શકે છે.

આ પણ વાંચો : RTOમાં ગેરરીતિ આચરનારાની હવે ખેર નહીં! ગુજરાતના RTO તંત્રને બોડી વોર્ન કેમેરાથી કરાશે સજ્જ

Back to top button