23 APMC ની ચૂંટણી જાહેર, એપ્રિલ મહિનામાં 17 APMC ની ચુંટણી


ગુજરાતમાં વિધાનસભા ચુંટણીના કારણે બાકી રહેલી APMC ની ચુંટણી આજે જાહેર થઈ છે તેમ ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વિવિધ APMCની ચુંટણી યોજાશે.
આ પણ વાંચો : બજેટ બાદ સોના-ચાંદીમાં રેકોર્ડ વધારો, સોનામાં જબરદસ્ત ઉછાળો; ચાંદી 71000ને પાર
ફેબ્રુઆરી મહિનામાં બે APMC ની ચુંટણી યોજાશે. 3 જી ફેબ્રુઆરીએ વિજાપુર APMC ની ચુંટણી તથા 24 મી ફેબ્રુઆરીએ રાજપીપળા APMC ની ચુંટણી તેમજ માર્ચ મહિનામાં અંજાર APMC ની ચુંટણી યોજાશે. તેમજ 17 APMC ની ચુંટણી એપ્રિલ મહિનામાં યોજાશે તથા 10 APMC ની ચુંટણી એકસાથે 17 મી એપ્રિલે યોજાશે અને બાયડ APMC ની ચુંટણી 12 મી એપ્રિલે યોજાશે.
એપ્રિલ મહિનામાં 17 APMC ની ચુંટણી યોજાશે જેમાં 17 એપ્રિલના રોજ કરજણ, માણસા, વાસદ, સિદ્ધપુર, ટિંબી, વાલિયા, તારાપુર, ડીસા, બોડેલી અને ઉમરાળા ની ચુંટણી યોજાશે. જ્યારે બાયડ APMC ની ચુંટણી 12 મી એપ્રિલે યોજાશે અને 24 મી એપ્રિલે સુરત તથા વિરમગામ APMC ની ચુંટણી યોજાશે. સોનગઢ APMC ની ચુંટણી 26 એપ્રિલના રોજ યોજાશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટમાંથી પ્રેરણા લઈ ગુજરાતનું બજેટ બનશે : ભૂપેન્દ્ર પટેલ
ધંધુકા APMC ની ચુંટણી 5 એપ્રિલ અને માલપુર APMC ની ચુંટણી 27 મી યોજાશે. જ્યારે કાલાવડ અને માંડલ APMC ની ચુંટણી અનુક્રમે 28 અને 29 એપ્રિલના રોજ યોજાશે. વાલોડ અને સાવલી APMCની ચુંટણી મે મહિનામાં યોજાશે.