ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતની 3 સહિત દેશમાં રાજ્યસભાની 10 બેઠકો ઉપર ચૂંટણી જાહેર, 24મી જુલાઈએ મતદાન

Text To Speech
  • 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવશે
  • 13 જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો
  • 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે
  • ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ રહેશે

ગુજરાતમાં 3 સહિત દેશની 10 રાજ્યસભા સીટ ઉપર ચૂંટણી જાહેર કરી દેવામાં આવી છે. આગામી 24 જુલાઈએ મતદાન થવાનું છે. ત્યારે આ માટે તમામ રાજકીય પક્ષોએ કમરકસી લીધી છે. આ ચૂંટણી અંગે આગામી 6 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે. તેમ ચૂંટણી પંચની યાદીમાં જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ શું છે ?

આગામી 24 જુલાઈના રોજ દેશની 10 રાજ્યસભા બેઠક ઉપર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે ચૂંટણીપંચ દ્વારા આ અંગેનો વિધિવત કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર 6 જુલાઈના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. ત્યારબાદ આગામી તા. 13 જુલાઈએ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત 14 જુલાઈએ ઉમેદવારી પત્રની ચકાસણી હાથ ધરાશે. જ્યારે કે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 17 જુલાઈ હોવાનું સામે આવ્યું છે.

ક્યાં – ક્યાં રાજ્યોમાં કેટલી બેઠક ઉપર ચૂંટણી યોજાશે ?

ચૂંટણીપંચ દ્વારા રાજ્યસભાની 10 બેઠકો ઉપર મતદાનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ 10 બેઠકો પૈકી 3 બેઠકો ગુજરાતની છે. પશ્ચિમ બંગાળની 6 બેઠકો છે. જ્યારે કે ગોવાની એક બેઠક ઉપર પણ મતદાન યોજાવાનું છે. જે આગામી તા.24 જુલાઈએ મતદાન થવાની જાહેરાત કરવામાં આવી છે.

Back to top button