આપનો માસ્ટર મૂવ: પંજાબ ચૂંટણીમાં જીત અપાવનાર નેતાને સોંપાઈ ગુજરાતની જવાબદારી
ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસની સાથે સાથે હવે આમ આદમી પાર્ટી (AAP) પણ સક્રિય થઈ રહી છે. ત્યારે હવે ગુજરાતમાં ચુટણીના કાઉન્ટડાઉનની વચ્ચે આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને (Raghav Chadha)સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી મોટો દાવ ખેલ્યો છે. રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સાંસદ છે અને તેમના કારણે આમ આદમી પાર્ટીને પંજાબની ચૂંટણીમાં જીત મળી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણી માટે પણ સક્રિય થઈને ચઢ્ઢાને પંજાબ, દિલ્હી બાદ હવે ગુજરાતની પણ જવાબદારી સોંપી છે. ત્યારે ચૂંટણીમાં સફળતા મેળવવા માટે રાઘવ ચઢ્ઢાની ગુજરાતમાં આપના સહપ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે.
રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ છે. યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિયતા ધરાવે છે. તેઓ હાલ પંજાબ આમ આદમી પાર્ટીમાં કો ઈન ચાર્જની કમાન સંભાળી રહ્યા છે અને નેશનલ એક્ઝક્યુટિવ કમિટીના સભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રવકતા પણ છે.
ગુજરાતમાં પણ રાઘવ ચઢ્ઢા સક્રિય:
રાઘવ ચઢ્ઢા સતત ગુજરાતમા એક્ટિવ છે અને ટ્વિટર પર તેઓ સક્રિય રહે છે. આ વચ્ચે તેઓ ગુજરાતની મુલાકાત પણ કરતા રહે છે અને ઈલેક્શને લઈને ગુજરાતના નેતાઓ સાથે બેઠકો પણ કરી ચુક્યા છે. તેઓ પંદર દિવસ પહેલા પણ ગુજરાત આવ્યા હતા અને બીજેપીને આડે હાથ લીધા હતા. તેમણે તે સમય કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની લડાઈ ભાજપ પાર્ટીના નકલી ગુજરાત મોડલ અને કેજરીવાલના અસલી શાસનની વચ્ચે હશે.
ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. પાર્ટી જે પણ જવાબદારી આપે તે માટે હું તૈયાર છું. ભાજપના 27 વર્ષના કુશાસન સામે જોરદાર લડત આપશે.
गुजरात बदलाव चाहता है। पार्टी जो भी ज़िम्मेदारी देगी उसके लिए तैयार हूं। भाजपा के 27 वर्षों के कुशासन के खिलाफ मजबूती से लड़ेंगे।
— Raghav Chadha (@raghav_chadha) September 16, 2022
બે ગુજરાત પરિવર્તન ઈચ્છે છેના આપ્યા હતા સંકેત:
રાઘવ ચઢ્ઢાએ બે દિવસ પહેલા જ સંકેત આપ્યા હતા કે તેઓ ગુજરાતમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. AAP સાંસદ તરફથી ટ્વીટ કરીને તેમણે મોટી જવાબદારી મળવા તરફ ઈશારો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ગુજરાત પરિવર્તન ઈચ્છે છે. પાર્ટી ગમે તે જવાબદારી આપે, હું ભાજપના 27 વર્ષના કુશાસન સામે લડવા તૈયાર છું.રાઘવ ચઢ્ઢાએ દિલ્હી અને પંજાબમાં મહત્વના પદો પર સેવા આપી છે. હવે પાર્ટી તેમને ગુજરાતમાં પણ ઉતારવાની યોજના બનાવી રહી છે. આમ આદમી પાર્ટીએ સાંસદ રાઘવને ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાનોમાં પ્રવેશવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેની સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દરેક જવાબદારી માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમજ રાઘવ ચઢ્ઢાએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ગુજરાતમાં ભાજપના 27 વર્ષના કુશાસન સામે મજબૂત લડત આપશે. તે દરેક જવાબદારી માટે તૈયાર છે.