અમદાવાદગુજરાતટોપ ન્યૂઝનેશનલ

સોશિયલ મીડિયામાં ચૂંટણી પરિણામોના ખાટામીઠા ચમકારા

અમદાવાદ, 3 ડિસેમ્બર 2023, દેશના ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું છે. ચારમાંથી ત્રણ રાજયોમાં ભાજપે જીત મેળવી છે અને કોંગ્રેસ પાસેથી બે રાજ્યો આંચકી લીધા છે. બીજી તરફ તેલંગાણામાં કોંગ્રેસે કેસીઆર પાસેથી સત્તા આંચકીને બહુમતીથી જીત મેળવી છે. આજે આવેલા પરિણામોમાં એક્ઝિટ પોલ ક્યાંક સાચા પડ્યા છે. ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ છે અને ત્રણ રાજ્યોમાં પરાજય થવાથી કોંગ્રેસમાં સન્નાટો છવાયો છે. તેલંગાણામાં કોંગ્રેસના કાર્યકરોમાં ઉજવણીનો માહોલ છે. ત્યારે હાર અને જીતને લઈને સોશિયલ મીડિયામાં પણ માહોલ ગરમ જોવા મળ્યો છે.

અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ પર યુઝર્સના નિશાને
આ તમામ બાબતો આજે ચૂંટણીના પરિણામોના વલણો સ્પષ્ટ થયા બાદ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રેન્ડ કરી રહી છે. ખાસ કરીને પનોતી શબ્દને લઈને યુઝર્સે રાહુલ ગાંધીને ખૂબ જ વાયરલ કર્યા છે. આ ઉપરાંત અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ પર યુઝર્સના નિશાને આવ્યાં હતાં. રાજસ્થાનમાં ગેહલતોને જાદુગર કહેવામાં આવે છે જેથી લાલ પોટલી પણ હાલમાં ચર્ચાઓમાં આવી ગઈ છે. આ ઉપરાંત સનાતન ધર્મ પર કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા કરવામાં આવેલા નિવેદનો પણ સોશિયલ મીડિયામાં હાલમાં મિમ્સ રૂપે વાયરલ થઈ રહ્યાં છે. તે ઉપરાંત અશોક ગેહલોતને યુઝર્સે એક ડાયલોગ દ્વારા નિશાને લીધા હતાં કે, હમતો ડૂબેંગે સાથ મેં પાયલટ કો ભી લે ડૂબેંગે.

રાહુલ ગાંધીએ પનોતી શબ્દ બોલીને વિવાદ જગાવ્યો હતો
ચૂંટણી પહેલાં અને પછી અનેક એવી બાબતો હતી જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ હતી. સનાતન ધર્મથી લઈને પનોતી શબ્દ સુધી અનેક ભાષણોમાં નેતાઓ નિવેદન આપવામાં મર્યાદા ચૂક્યા હતાં. હવે આ જ ભાષણો સોશિયલ મીડિયા પર મિમ્સ રૂપે વાયરલ થઈ રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચમાં ભારતના પરાજય બાદ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં પનોતી શબ્દ બોલીને સોશિયલ મીડિયા ગરમ કર્યું હતું. તે પહેલાં વડાપ્રધાન મોદીએ પણ મુર્ખાઓના સરદાર જેવો શબ્દ નિવેદનમાં વાપર્યો હતો. આ ઉપરાંત આસામના મુખ્યમંત્રી હિમંત સરમા બિસ્વાએ પણ ઈન્દિરા ગાંધી પર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને પ્રહારો કર્યાં હતાં.

Modi ji And Shah Right now 👌🤟#ElectionResults pic.twitter.com/QBZEF97foA

— Amit Kumar (@AMIT_GUJJU) December 3, 2023

Back to top button