ટોપ ન્યૂઝનેશનલ

ચૂંટણી પરિણામ : પૂર્વોતરના રાજ્યોમાં શરૂઆતના વલણોમાં ભાજપની લીડ

Text To Speech

2024 ની લોકસભાની ચૂંટણી પહેલાં આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં મતગણતરી શરૂ થઈ છે. આ ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે ગણવામાં આવી રહી છે, જે તમામ પક્ષો માટે સેમી ફાઈનલ સાબિત થશે. એક તરફ ભાજપ માટે સત્તામાં વાપસી કરવાનો પડકાર છે તો કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાની લડાઈ લડી રહી છે.

Live અપડેટ :

  • નાગાલેન્ડમાં ભાજપ 28 બેઠક પર આગળ ચાલી રહી છે , તો NPF બે બેઠકો પર આગળ છે. કોંગ્રેસનું ખાતું પણ હજુ ખૂલ્યું નથી
  • મેઘાલયમાં સીએમ કોનરાડ સંગમાની પાર્ટી NPP 19 સીટ પર આગળ ચાલી રહી છે. ભાજપ 6, કોંગ્રેસ 1 સીટ પર આગળ. અન્ય 11 સીટ પર આગળ
  • નાગાલેન્ડમાં ભાજપના ગઠબંધનવાળા NDPPને બહુમતી. નાગાલેન્ડમાં 60માંથી 40 સીટો પર શરૂઆતના રૂઝાન આવી ગયા છે. રાજ્યમાં NDPP (ભાજપ ગઠબંધન) બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. NDPP 33 સીટ પર આગળ છે. NPF 2, કોંગ્રેસ 1 અને અન્ય 6 સીટ પર આગળ છે.
  • ત્રિપુરામાં ભાજપ 60માંથી 35 સીટ પર આગળ
  • શરૂઆતના રૂઝાનમાં ત્રિપુરામાં ભાજપ 60માંથી 35 સીટો પર આગળ ચાલી રહી છે. તો ટિપરા મોથા પાર્ટી 5 સીટ પર અને TMP 5 સીટ પર આગળ ચાલી રહી છે.

મેઘાલયમાં 74.3 ટકાથી વધુ મતદાન નોંધાયુ હતુ.તો નાગાલેન્ડમાં 83 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ત્રિપુરામાં, લગભગ 88 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

તો આ તરફ TMC ઉત્તરપૂર્વમાં પોતાનો વ્યાપ વધારવા માંગે છે. આ સાથે અનેક પ્રાદેશિક પક્ષો ભારે મહત્વાકાંક્ષા સાથે પરિણામોની રાહ જોઈ રહ્યા છે.જેથી આ પૂર્વોતર રાજ્યો પર કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. ત્રિપુરામાં રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી સંબંધિત તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે ત્રિપુરા વિધાનસભાની 60 વિધાનસભા બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. આ દરમિયાન કુલ 23.13 લાખ મતદારોમાંથી 89.90 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો : MK સ્ટાલિનની રેલીમાં પહોંચ્યા અખિલેશ યાદવ અને મલ્લિકાર્જુન ખડગે, કહ્યું- એક થવું પડશે, PM પદ પર પણ આપ્યું નિવેદન

Back to top button