ચૂંટણી 2024નેશનલવીડિયો સ્ટોરી

ચૂંટણી-રંગોળી: થાર કે ફોર્ચુનર નહીં પણ ડાલું લઈને નીકળી પડ્યા ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા, જૂઓ વીડિયો

Text To Speech

ઉત્તરાખંડ, 30 માર્ચ: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. અનેક પક્ષોએ તેમના ઉમેદવારો મેદાને ઉતારી દિધા છે. જે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તેઓ પોત પોતાના મત વિસ્તારમાં પ્રચાર ચાલુ કરી દિધો છે. ઉત્તરાખંડના પૌરી ગઢવાલ બેઠકના ભાજપના ઉમેદવાર અનિલ બલુનીએ પણ તેમના વિસ્તારમાં પ્રચાર શરુ કરી દિધો છે. આમાં ખાસ વાતએ છે કે નેતાઓ તેમના પ્રચારમાં મોંધી-મોંધી કારોનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે. ત્યારે અહીં ભાજપના ઉમેદવાર અનિલ બલુની થાર કે ફોર્ચુનર નહીં પણ એક સામાન્ય વાહન એટલે કે ડાલું લઈને રોડ શો કરતા જોવા મળ્યા હતા.

પૌરી ગઢવાલ બેઠકના ભાજપના ઉમેદવાર અનિલ બલુનીએ ડાલામાં કર્યો રોડ શો, અહીં જૂઓ વીડિયો:

 

અનિલ બલુની પાસે કેટલી છે સંપત્તિ?

પૌરી ગઢવાલથી ભાજપના ઉમેદવાર અનિલ બલુની પાસે 1 કરોડ 10 લાખ 27 હજાર 401 રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. જ્યારે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન તેમની કુલ સંપત્તિ 2 કરોડ 62 લાખ 84 હજાર 410 રૂપિયા હતી. આ સમયે તેમના પર દેણું (લોકોને આપવાના બાકી) કુલ 18 લાખ 50 હજાર 962 રૂપિયા હતું.

અનિલ બલુની પત્નીને સરકારી નોકરી

અનિલ બલુની પત્નીની વાત કરીએ તો તેમનું નામ દીપ્તિ જોષી છે, તેઓ સરકારી નોકરી કરે છે. તેમની પાસે 1 કરોડ 44 લાખ 98 હજાર 890 રૂપિયાની જંગમ અને સ્થાવર સંપત્તિ છે. તેમાં 1 કરોડ 8 લાખ 26 હજાર 890 રૂપિયાની જંગમ અને 36 લાખ 72 હજાર રૂપિયાની સ્થાવર મિલકત છે.

આ પણ વાંચો: વિપક્ષમાંથી ભાજપમાં આવવા માટે વૉશિંગ મશીનનું કોંગ્રેસે આપ્યું ડેમોન્સટ્રેશન

Back to top button