ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી રંગોળી: ટિકિટ ન મળતાં RJDના પૂર્વ સાંસદ જાહેરમાં રડવા લાગ્યા, જૂઓ વીડિયો

  • અરરિયામાં આરજેડી તરફથી ટિકિટ ન મળતા પૂર્વ મંત્રી તસ્લીમુદ્દીનના પુત્ર અને પૂર્વ સાંસદ સરફરાઝ આલમ મંચ પર લોકોની સામે જ રડવા લાગ્યા, વીડિયો થયો વાયરલ

અરરિયા, 13 એપ્રિલ: બિહારમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. બીજેપી, જેડીયુ, આરજેડી અને ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીએ ઘણા નેતાઓની ટિકિટ કાપી અને કેટલાક નવા લોકોને પણ ચૂંટણી લડવાની તક આપી છે. ટિકિટ કપાયા પછી સાંસદો, પૂર્વ સાંસદો અને અન્ય નેતાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાકે પોતાનું દર્દ છુપાવ્યું પણ કેટલાકનું દર્દ જગજાહેર થઈ ગયું. તેમાંથી એક ભૂતપૂર્વ સાંસદ સરફરાઝ આલમ છે જે અરરિયામાં લોકો સામે સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા. જે બાદ સમર્થકોએ તેમના આંસુ લૂછ્યા અને તેમને સાંત્વના આપી હતી.

સરફરાઝ આલમ સમર્થકોની સામે રડવા લાગ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, અરરિયાથી આરજેડી તરફથી ટિકિટ ન મળવા પર પૂર્વ સાંસદ સરફરાઝ આલમ ભાવુક થઈ ગયા અને સ્ટેજ પર જ રડવા લાગ્યા હતા. પૂર્વ સાંસદ સરફરાઝ આલમનો રડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે સરફરાઝ આલમ શુક્રવારે પોતાના સમર્થકો સાથે બેઠક કરી રહ્યા હતા. સમર્થકોને સંબોધિત કરતી વખતે તેઓ ભાવુક થઈ ગયા અને તેમના પિતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી તસ્લીમુદ્દીનને યાદ કરીને રડી પડ્યા હતા.

અહીં જૂઓ વીડિયો:

 

આરજેડીએ સરફરાઝના નાના ભાઈ શાહનવાઝને ટિકિટ આપી

આરજેડીએ સરફરાઝ આલમની જગ્યાએ તેમના નાના ભાઈ શાહનવાઝ આલમને ટિકિટ આપી છે. આ પછી સરફરાઝ આલમે તેમના સમર્થકો સાથે બેઠક કરી અને RJD સુપ્રીમો લાલુ યાદવ અને તેજસ્વી યાદવ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે પોતાને તસ્લીમુદ્દીનનો ઉત્તરાધિકારી જાહેર કર્યા બાદ કહ્યું કે બિહારના મુસ્લિમો ખાસ કરીને સીમાંચલ આરજેડીના બંધુઆ મજૂર નથી. આરજેડીએ હંમેશા મુસ્લિમોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે.

લાલુ પરિવાર પર ઉગ્ર નિશાન સાધ્યું

પૂર્વ સાંસદ સરફરાઝ આલમ વતી ઈદ મિલન સાથે કાર્યકર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા સરફરાઝ સમર્થકોએ તેજસ્વી અને લાલુ યાદવ પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે આખા બિહારમાં માત્ર તેના પરિવારને જ ટિકિટ આપી અને અન્ય જગ્યાએ ટિકિટ વેચવાનું કામ કર્યું છે.

ચૂંટણી લડવા માટે સમર્થકોનો અભિપ્રાય માગ્યો

સરફરાઝ આલમે આરોપ લગાવ્યો છે કે આરજેડીએ માત્ર મારી સાથે છેતરપિંડી નથી કરી પરંતુ મારી પીઠ પાછળ છરો માર્યો છે. સરફરાઝે કહ્યું કે ED અને CBIના ડરથી RJD ભાજપની B ટીમ તરીકે કામ કરી રહી છે. સરફરાઝ આલમે કહ્યું કે મારા સ્વરમાં જી હજુર નથી, આ સિવાય મારો કોઈ વાંક નથી. તેમણે કહ્યું કે હું મારા અંતરાત્માને વેચીને રાજનીતિ નથી કરતો. તેમણે તેમના સમર્થકો સાથે સીધો સંપર્ક કરી અને લોકસભાની ચૂંટણી લડવા અંગે તેમના અભિપ્રાય લીધા છે.

આ પણ વાંચો: RJDનો ‘પરિવર્તન પત્ર’ જાહેર, 1 કરોડ નોકરીઓ અને 24 વચનો

Back to top button