ચૂંટણી રંગોળી: ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારે બતાવ્યો અલગ અંદાજ, બની ગયા વાળંદ, જૂઓ વીડિયો
- તમિલનાડુના રામેશ્વરના લોકસભાના અપક્ષ ઉમેદવારે મત મેળવવા મતદારોની દાઢી બનાવી
રામેશ્વરમ, 5 એપ્રિલ: લોકસભાની ચૂંટણી નજીક હોવાથી તમામ પક્ષોના ઉમેદવારોએ તેમનો ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. મત મેળવવાની આશાએ ઉમેદવારો વિવિધ રીતે જનતાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમિલનાડુના રામેશ્વરના આવા જ એક ઉમેદવારનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે, જે લોકોને આકર્ષવા માટે એક દિવસ માટે વાળંદ બની ગયા હતા. આ દરમિયાન ઉમેદવારે ગ્રાહકોની દાઢી પણ બનાવી હતી. ચૂંટણીનો સમય જ એવો હોય છે જે અલગ અલગ રંગ બતાવે. આજની ચૂંટણી રંગોળીમાં આ વીડિયો રામનાથપુરમના અપક્ષ ઉમેદવાર પરીરાજનનો છે.
અહીં જૂઓ ઉમેદવારનો વીડિયો:
#WATCH | Rameswaram, Tamil Nadu: Parirajan, Ramanathapuram Independent candidate becomes a barber for a day during the election campaign.#LokSabhaElections2024 pic.twitter.com/BFe19VkTpU
— ANI (@ANI) April 4, 2024
ચૂંટણી ક્યારે છે?
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે અને મતગણતરી 4 જૂને થશે. દેશના વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ તારીખો અને તબક્કાવાર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
- પ્રથમ તબક્કો: 19 એપ્રિલ
- બીજો તબક્કો: 26 એપ્રિલ
- ત્રીજો તબક્કો: 7 મે
- ચોથો તબક્કો: 13 મે
- પાંચમો તબક્કો: 20 મે
- છઠ્ઠો તબક્કો: 25 મે
- સાતમો તબક્કો: 1 જૂન
- પરિણામો આવશેઃ 4 જૂન
97 કરોડ લોકો મતદાન કરશે
ચૂંટણી પંચે માહિતી આપી છે કે આ વર્ષની લોકસભા ચૂંટણીમાં અંદાજે 97 કરોડ ભારતીયો મતદાન કરવા માટે લાયક છે. પંચના જણાવ્યા અનુસાર, છેલ્લી લોકસભા ચૂંટણી 2019 થી નોંધાયેલા મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે. ચૂંટણી પંચે અહેવાલ આપ્યો છે કે લગભગ 96.88 કરોડ મતદારો, વિશ્વના સૌથી મોટા, ભારતમાં આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાન કરવા માટે નોંધાયેલા છે. 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડથી વધુ યુવા મતદારો મતદાર યાદીમાં ઉમેરાયા છે.
આ પણ વાંચો: ચૂંટણી રંગોળી: રાજસ્થાનની 12 લોકસભા સીટના ઉમેદવારોનો અજીબોગરીબ સંયોગ, કેટલાકની ઉંમર સરખી છે તો…