ચૂંટણી રંગોળીઃ ભાજપે ‘તારક મહેતા…’ના પાત્રો દ્વારા કર્યો પાર્ટીનો પ્રચાર
- ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે પાર્ટીએ ભૂતકાળમાં કેટલું કામ કર્યું છે. આ વાત કહેવા માટે પક્ષે આઈકોનિક કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રોની મદદ લીધી છે.
30 માર્ચ, મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024 પહેલા ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હલચલ મચાવી છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે પાર્ટીએ ભૂતકાળમાં કેટલું કામ કર્યું છે. આ વાત કહેવા માટે પક્ષે આઈકોનિક કૉમેડી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્રોની મદદ લીધી છે. આ મજાની રીતને સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સ પસંદ કરી રહ્યા છે. ઘણા યૂઝર્સનું કહેવું છે કે તેના કારણે વોટર્સ પ્રભાવિત થશે, તેથી આ પોસ્ટ મોડલ કોડ ઓફ કન્ડક્ટ તોડી રહી છે.
શું કહ્યું પ્રોડ્યુસર અસિત મોદીએ?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે મને આ પોસ્ટ વિશે થોડા સમય પહેલા જાણ થઈ હતી. મને લાગતું નથી કે તેમાં કંઈ પણ વાંધાજનક હોય. આ એક સારા વિચાર સાથે બનાવાયેલી પોસ્ટ છે. જે કોઈ પણ પાર્ટીને વોટ કરવા માટે પ્રભાવિત કરતી નથી. મને તેમાં કંઈ ખોટું દેખાતું નથી. પોસ્ટમાં પહેલા જ સવાલો કરાયા છે કે જો આમ થશે તો? તેને કાલ્પનિક પરિસ્થિતિઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.
View this post on Instagram
અગાઉ પણ કર્યો હતો પ્રચાર
એવું પહેલી વાર બન્યું નથી કે જ્યારે જનતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોને ભાજપ સાથે જોડીને જોઈ રહી છે. આ પહેલા શોના મેકર્સે સ્વચ્છ ભારત મિશનનો પ્રચાર કરવાની જાહેરાત કરી હતી. વર્ષ 2019માં શોએ પોતાના પ્લોટ દ્વારા વોટ આપવાની વાત પણ કરી હતી અને એ વાતનો પ્રચાર પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ ચૂંટણી-રંગોળી: થાર કે ફોર્ચુનર નહીં પણ ડાલું લઈને નીકળી પડ્યા ભાજપના ઉમેદવાર પ્રચાર કરવા, જૂઓ વીડિયો