ગુજરાતટોપ ન્યૂઝ

અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી, ભાજપની પસંદગી પર સૌ કોઈની નજર

Text To Speech

એશિયાની સૌથી મોટી ડેરી તરીકે પ્રખ્યાત એવી અમૂલ ડેરીમાં આજે અઢી વર્ષના ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. જેમાં મુખ્યત્વે ચેરમેન પદ માટે રામસિંહ પરમાર અને વિપુલ પટેલને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જ્યારે વાઇસ ચેરમેન પદ માટે કાંતિ સોઢા પરમાર અને રાજેશ પાઠકને દાવેદાર માનવામાં આવે છે.

આ પણ વાંચો : વેરાવળના તબીબ આત્મહત્યા પ્રકરણમાં સાંસદ પરીમલ નથવાણીએ ગૃહમંત્રીને તટસ્થ તપાસ કરવા વિનંતી કરી

આ વચ્ચે રાજકીય ખેલ પણ અમૂલ ડેરીમાં જોવા મળી શકે છે. કેમકે કુલ 12 સભ્યોની સમિતિમાં 10 સભ્ય ભાજપ પ્રેરિત છે તો 2 સભ્ય કોંગ્રેસ પ્રેરિત છે. આ ચૂંટણી અંગે પ્રદેશ ભાજપમાંથી કોઈ બે નામ માટે મેન્ડેટ અપાય તેવી શક્યતાઓ પણ જોવાઇ મળી રહી છે. અમુલમાં 6 દાયકાથી કોંગ્રેસનું એક હથ્થું શાસન હતું. વર્ષ 2020 માં અમુલ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી. 2020 માં કોંગ્રેસના 7 જ્યારે ભાજપના 5 ડિરેક્ટરોનો વિજય થયો હતો.

R.S.-Sodhi-Amul

થોડા દિવસ પહેલા અમૂલ ડેરીના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. આર એસ સોઢી 2010થી અમૂલના એમડી તરીકે જવાબદારી નિભાવી રહ્યા હતા. ઘણા અપકમિંગ પ્રોજેક્ટમાં પણ તેમની મહત્વની જવાબદારી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમૂલમાં આર એસ સોઢીના કારણે ઘણુ નુકસાન થયાનો એક સૂર હતો.

હાલમાં જ ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં તેમનું રાજીનામું માગી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મીટિંગમાં આર એસ સોઢીની સેવાઓ અમૂલના MD તરીકે સમાપ્ત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જયેન મહેતાને MD તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

આ પણ વાંચો : અમૂલમાંથી હકાલપટ્ટી બાદ ડૉ. સોઢીની મુશ્કેલીઓ વધશે, જાણો શું છે કારણ

Back to top button