અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બીજી જૂને બનાસડેરીના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે
પાલનપુરઃ એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીના ચેરમાન અને વાઈસ ચેરમેનની ચૂંટણી આગામી તા. 2જી જુનને શુક્રવારના રોજ યોજાશે. ચૂંટણી પ્રક્રિયા પાલનપુરના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થશે. અઢી વર્ષની ટર્મમાં ચેરમેન પદે શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઈ દેસાઈ હતા, હાલ મોટાભાગના ડિરેક્ટર શંકરભાઈને ફરીવાર ચેરમેન બનાવવાના પ્રયાસો કરી તેમના તરફેણમાં જોવા મળી રહ્યા છે. પણ શંકર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષના મહત્વના પદ પર બિરાજમાન હોવાથી અન્યને પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે.
પાલનપુર પ્રાંત અધિકારીની ચૂંટણી પ્રક્રિયામાં નિયુક્તિ:
બનાસ ડેરીમાં નિયામક મંડળના પ્રથમ ટર્મના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન વાઇસ ચેરમેનની 2જી જૂને વરણી કરાશે. બનાસ ડેરીના વર્તમાન નિયામક મંડળમાં પ્રથમ ટર્મના ચેરમેન તરીકે વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન પદે ભાવાભાઇ રબારીએ તા.7 ઓકટો.2020એ ચાર્જ સંભાળ્યો હતો. જાકે હવે 3 મેના ના રોજ પ્રથમ ટર્મ ના ચેરમેન અને વાઇસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન પદની નિયુક્તિ ચૂંટણી અધિકારી તરીકે પાલનપુર પ્રાંત અધિકારીની નિયુક્તિ પ્રક્રિયા કરી ડેરીના નવા સુકાનીની વરણી પ્રક્રિયા હાથ ધરાશે.
આ પણ વાંચો : બનાસકાંઠા: બોરુ ગામમાં રાજ્યપાલ નો કાર્યક્રમ નિહાળવા જનારી આંગણવાડી કાર્યકરની અટકાયત