ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ચૂંટણીનો ધમધમાટ, જાણો કેમ PM મોદી વારંવાર કરી રહ્યાં છે ગુજરાત પ્રવાસ

Text To Speech

ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે વિવિધ પક્ષ આ વખતે ગુજરાતમાં પોતાનો સિક્કો પાડવા પ્રયાસ કરી રહી છે. તેવામાં ભાજપ ગુજરાતમાં સરકાર બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યું છે. જેમાં પીએમ મોદીનો એક બાદ એક પ્રવાસ ગુજરાતમાં ગોઠવવામાં આવી રહ્યો છે. કારણ કે ગત ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તેનું પુનરાવર્તન ના થાય. અને એટલે તેમનું વધારે ફોકસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સાથે જ ઉત્તર ગુજરાતમાં વધારે છે.

બીજેપીને નારાજ મતદારોને પણ રીઝવવા જરૂરી

ઉલ્લેખનીય છે કે ભાજપને સૌથી વધારે નુકશાન આ વિસ્તારમાં દેખાઈ રહ્યું છે. એવામાં હવે પીએમ જામનગર, રાજકોટ, અમદાવાદ અને મહેસાણાના પ્રવાસે આવ્યા છે. આખરે આ વખતે પ્રવાસ માટે આ વિસ્તાર કેમ પસંદ કરાયા છે તે તમારા માટે જાણવા જરૂરી બન્યા છે. બીજેપીને નુકશાન જ્યાં ખાળવાનું છે એવા વિસ્તારમાં બીજેપી પીએમના પ્રવાસ ગોઠવી રહ્યું છે. જામનગરની વાત કરીએ તો આ વિસ્તારમાં સૌથી વધારે મતદારો પાટીદાર, ક્ષત્રિય, આહીર અને મેર સમાજના છે. જેમાં ક્ષત્રિય આહીર અને લેઉવા પાટીદાર બીજેપીથી ગત ચૂંટણીમાં વિમુખ થયા હતા. જેના કારણે બીજેપીને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. બીજેપીને હવે આગામી ચૂંટણી માટે આ સમાજનો સાથ હોવો જરૂરી છે. આ સિવાય પીએમ રાજકોટના જામકંડોરણા પણ પ્રવાસ કરવાના છે અને ત્યાં પણ સભાને સંબોધન કરશે. રાજકોટની વાત કરીએ તો ત્યાં કોળી, પાટીદાર , ક્ષત્રિય, ભરવાડ અને આહીર મતદારો છે જે બીજેપીથી વિમુખ છે. એવામાં બીજેપીને એ મતદારોને પણ રીઝવવા જરૂરી છે.

ગત ચૂંટણીમાં 28 બેઠક પર કોંગ્રેસનો કબ્જો હતો

આખા સૌરાષ્ટ્રની વાત કરીએ તો આ પ્રવાસમાં પીએમ એવા તમામ જિલ્લા કવર કરશે જ્યાં બીજેપીને ગત ચૂંટણીમાં નુકશાન થયું હતું. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી રાજકોટ, જામનગર, દ્વારકાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બીજેપીને આહીર ભરવાડ અને કોળી એટલે કે ઓબીસી મતદારો છે જે બીજેપીથી વિમુખ છે. તો આ સિવાય ગત વખતે પાટીદાર આંદોલન થયું અને લેઉવા પટેલ નારાજ થયા હતા. જેના કારણે બીજેપીને અનેક સીટો પર નુકશાનની ભીતિ આ ચૂંટણીમાં પણ વર્તાઈ રહી છે. સૌરાષ્ટ્રની 48 બેઠક માંથી બીજેપીને ગત ચૂંટણીમાં 28 બેઠક પર કોંગ્રેસનો કબ્જો હતો. જયારે 19 બેઠક બીજેપીએ જીતી હતી. એ 2012ના સ્થિતિએ 13 સીટનું નુકશાન બીજેપીને થયું હતું. હવે એ તમામ જિલ્લાની બેઠકો માંથી મતદારોને જામનગર અને જામકંડોરણાની સભામાં લોકોને લાવવામાં આવશે અને તેમની સાથે પીએમ સંવાદ કરશે.

ઉત્તર ગુજરાતમાં ઠાકોર ચૌધરી મતદારો બીજેપીથી વિમુખ

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ સભાને સંબોધન કરવાના છે એ વિસ્તારમાં બીજેપીને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર ચૌધરી મતદારો બીજેપીથી વિમુખ છે. તથા બીજેપીને આગામી ચૂંટણી માટે જો ઉત્તર ગુજરાત સર કરવું હોય તો આ મતદારોને રીઝવવા જરૂરી છે અને એટલા માટે જ પીએમએ મહેસાણાનો પ્રવાસ આયોજીત કરેલો છે.

Back to top button