ચૂંટણીનો ચસ્કો: વાનગીઓની મજા માણવી હોય તો પહોંચી જાવ “મધ્યસ્થ કાર્યાલય” પર
ગુજરાતમાં ચૂંટણી કાર્યાલયો પર ચાય પે ચર્ચાની સાથે વાનગીનો ચટાકો કાર્યકરોને લાગ્યો છે. જેમાં ઉમેદવારો ધૂમખર્ચો કરી રહ્યાં છે. તેમાં અમદાવાદમાં કેટલીક બેઠકો પર ઉમેદવારો કાર્યાલય પર જમણવાર ચલાવી રહ્યાં છે. જેમાં આ ખર્ચો ચૂંટણી પંચ તેમના ખર્ચામાં ગણશે કે કેમ તેવી લોક ચર્ચા થઇ રહી છે. તેમજ ચૂંટણી કાર્યાલયો ઉપર મોડીરાત સુધી ધમધમાટ શરૂ થયો છે. સુરતના વરાછા-કામરેજ-કતારગામમાં વણેલા ગાંઠિયા, ફાફ્ડા, ગોટા, કુંભણિયાની બોલબાલા છે.
આ પણ વાંચો: ગુજરાતની ચૂંટણી પહેલા PM મોદીની હત્યાની સોપારી અપાઇ
દિવસ-રાત ચા, પાણી, નાસ્તો, જ્યુસ, ફ્રૂટ, વાઇફાઇ ફ્રી
રાજકીય પક્ષો, તેમના ઉમેદવારો ચૂંટણી કાર્યાલયો ધમધમતા રહે તે માટે ત્યાં દિવસ-રાત ચા, પાણી, નાસ્તો, જ્યુસ, ફ્રૂટ, વાઇફાઇ ફ્રી વગેરેની સુવિધાઓ આપી રહ્યા છે. સામાન્ય રીતે ત્રિપાંખિયો જંગ ખેલાશે અને કેટલાક મતવિસ્તારોમાં અપક્ષ ઉમેદવારોના કાર્યાલયો પણ ધમધમી ઊઠશે. આમ, સુરત શહેરમાં 10 વિધાનસભા વિસ્તારો મળીને તમામ રાજકીય પક્ષો, ઉમેદવારોના અંદાજે 70 જેટલા નાના, મોટા, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો ધમધમી ઊઠયા છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસીઓની વોટબેંક આ પક્ષ ખેંચી જશે!
ચૂંટણી કાર્યાલય પર ઓળો રીંગણ અને ખીચડી કઢી
વરાછા રોડ, સુરત ઉત્તર, કતારગામ, કરંજ, કામરેજ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી કાર્યાલયો પર દિવસ દરમિયાન ચા નાસ્તો તો રાત્રીના સમયે ખાસ ગરમાગરમ નાસ્તાની સગવડ શરૂ કરવામાં આવી છે. વરાછાના લોકોમાં વણેલા ગાંઠિયા, મેથીના ગોટા ખૂબ પ્રિય છે, સાથે ફફ્ડા, ચટણી, ગોટાનો પણ નાસ્તો ઉપલબ્ધ હોય છે. એકાદ બે ઠેકાણે ચૂંટણી કાર્યાલય પર ઓળો રીંગણ અને ખીચડી કઢી અસ્સલ કાઠિયાવાડી મેનુ કાર્યકરોને જમાડવામાં આવ્યું હતું. વરાછા વિસ્તારના ચૂંટણી કાર્યાલયો પર સમગ્ર શહેરમાંથી કાર્યકરો, ટેકેદારો, શુભેચ્છકો રાત્રીના સમયે ખાસ રાઉન્ડ લે છે. તેનું એક કારણ ખાણીપીણી, ચા નાસ્તો પણ છે.
આ પણ વાંચો: કુતુબુદ્દીન-અશોક પરમાર: જાણો રમખાણોના ‘પોસ્ટર બોય’ ગુજરાત મોડલ વિશે શું માને છે
ફ્રેશ જ્યુસથી લઇને ફ્રૂટ ડીશ સુધીની પણ સુવિધાઓ
સુરતના મજુરા, ઉધના, લિંબાયત, પશ્ચિમ, ઓલપાડ જેવી વિધાનસભા બેઠકોના ચૂંટણી કાર્યાલયોનો શુભારંભ પાંઉભાજી, પુલાવ, વડાપાંઉ, ગુલાબજાંબુ, લોચો, ખમણ વગેરે જેવી વાનગીઓથી થયો છે. આ વિસ્તારના ચૂંટણી કાર્યાલયો પણ દરરોજ રાત્રીના સમયે કાર્યકરો માટે ખાસ નાસ્તા પાણીની સગવડ રાખે છે. અનેક સ્થળોએ ફ્રેશ જ્યુસથી લઇને ફ્રૂટ ડીશ સુધીની પણ સુવિધાઓ કાર્યકરો તેમજ સામાન્ય મતદારો જે લોકો ચૂંટણી કાર્યાલય પર બેસવા માટે અગર તો નાના મોટા કામ કરવા માટે આવે છે તેમને પૂરી પાડતા હોય છે. આમ, ચૂંટણીના માહોલ વચ્ચે મતદારો અને કાર્યકરો માટે ઉમેદવારો દ્વારા સૌરાષ્ટ્રવાસીઓની અને સુરતી ઢબ મુજબ મેનુ તૈયાર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે લઘુમતી વિસ્તારમાં ચટાકેદાર નોનવેજ બિરયાની અને ચા નાસ્તાની પણ સગવડ કરવામાં આવે છે.