

- 15 ડીસેમ્બરે ‘વન બાર વન વોટ’ હેઠળ ચૂંટણી યોજાશે
- 30 ઓકટોબર પહેલા મતદાર યાદી મોકલી આપવા આદેશ
- બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિયમો અંતર્ગત ચૂંટણી યોજાશે
ગુજરાતના ધારાશાસ્ત્રીઓના તમામ બાર એસો.ની ચૂંટણી તારીખ 15 મી ડીસેમ્બરના રોજ યોજાશે તેમ બાર કાઉન્સીલે જાહેર કર્યુ છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલિન ડી. પટેલ તથા એકઝીકયુટીવ કમિટીના ચેરમેન જીતેન્દ્ર બી. ગોળવાલાના અધ્યક્ષસ્થાને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સાધાણર સભા બોલાવવા આવેલ હતી. જેમાં ગુજરાત બાર એસોસીએશન રૂલ્સ, 2015 હેઠળ ગુજરાતના ધારાશાસ્ત્રીઓના 272 બાર એસો. ની ચૂંટણી વાર્ષિક અથવા દ્વિવાર્ષિક યોજવાની હોય છે તે અનુસાર ગુજરાતના 272 બાર એસો. ની ચૂંટણી ‘વન બાર વન વોટ’ હેઠળ યોજવાનું નકકી કરવામાં આવેલ છે.
મતદારયાદી ગુજરાત ઓફિસે મોકલી આપવા આદેશ
આ અંગે દરેક બાર એસો. એ તા.30 ઓક્ટોબર સુધી પોતાના ‘વન બાર વન વોટ’ હેઠળની છેલ્લી મતદાર યાદી બાર કાઉ. ઓફ ગુજરાતની ઓફીસે મોકલી આપવાની રહેશે અને દરેક બાર એસો. એ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઓફીસે મોકલી આપવાની રહેશે. અને દરેક બાર એસો. એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નકકી કર્યા મુજબ ચૂંટણી યોજવાની રહેશે. તેમજ કોઇપણ બાર એસો. પોતાની સામાન્ય સભામાં ઠરાવ કરીને બાર એસો. ના હોદેદારો કે કારોબારી સમિતિની નિમણુંક કરી શકશે નહિ. અને જે બાર એસો. તા.30 ઓક્ટો. સુધી પોતાની મતદાર યાદી મોકલશે નહિ તેવા એસો. ની ચૂંટણી અંગેની કોઇપણ તકરાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ લાવી શકાશે. નહિ તેમજ તેવા બાર એસો. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મળવાપાત્ર લાભોથી પણ વંચિત રહેશે.
ચૂંટણી અધિકારીની નિમણુંક
દરેક બાર એસો.નોએ તા.10 નવેમ્બર સુધીમાં પોતાના ચૂંટણી અધિકારીની નિમણુંક કરવાની રહેશે. તેમજ કોઇપણ ધારાશાષાી એક કરતા વધુ બાર એસો. માં મતદાન કરી શકશે નહિ કે ચૂંટણી લડી શકશે નહિ. તેમજ જો કોઇ ધારાશાષાી એક કરતા વધુ જગ્યાએ મતદાન કરતા માલુમ પડશે તો ગુજરાત બાર એસો. રૂલ્સ 2015 અનુસાર તેમને ત્રણ વર્ષ માટે એસો. માંથી બરતરફ કરવામાં આવશે તેમજ એડવોકેટસ એકટ 1961 ની કલમ 35 મુજબ વ્યવસાયિક ગેરવર્તણુંક માટે જવાબદાર રહેશે.