ટ્રેન્ડિંગનેશનલમીડિયા

કોંગ્રેસના આરોપો પર ચૂંટણી કમિશનર રાજીવ કુમારે મૌન તોડ્યું, કહ્યું કે….

HD ન્યૂઝ ડેસ્ક, 15 ઓકટોબર :   વિપક્ષી દળો દ્ધારા EVM પર આરોપો લગાડવામાં આવ્યા હતા. ત્યારે હવે ચૂંટણી આયોગે આ આરોપો પર મૌન તોડ્યું છે. તેમણે કહ્યું કે જનતા મતદાનમાં ભાગ લઈને પ્રશ્નોના જવાબ આપે છે. જ્યાં સુધી EVMનો સંબંધ છે, તે 100% ફૂલપ્રૂફ છે.

ઈવીએમ પર લાગેલા આરોપોની સ્પષ્ટતા આપતા કમિશનરે કહ્યું કે, ‘ચૂંટણીના થોડા દિવસો પછી પરિણામ જાહેર થાય છે. જ્યારે કાઉન્ટિંગનો સમય નજીક આવે છે ત્યારે 8.10થી તો પરિણામ આવવાના શરૂ થઈ જાય છે જે મુર્ખામી ભર્યું છે. અમે 8.30 એ કાઉન્ટિંગ શરૂ કરીએ છીએ. ક્યાંક એવું તો નથી કે એક્ઝિટ પોલમાં જે આકડા આવ્યા હતા તેને જસ્ટીફાય કરવા માટે આ સમાચારો બતાવવામાં આવે છે. પહેલા રાઉન્ડનું પરિણામ તમે જોશો તો 9.30એ વેબસાઈટ પર આવે છે. ત્યાર પછી 11.30, 1.30 એમ ક્રમશ: ચાલતું રહે છે. એક્ઝિટ પોલના પરિણામના માપદંડના આધારે બતાવે પણ જ્યારે વાસ્તવિક પરિણામ આવે ત્યારે મિસમેચ થાય છે. આ પ્રકારના મિસમેચ ક્યારેક ગંભીર ઈસ્યુ બને છે.

અપેક્ષા અને સફળતા વચ્ચેની ગેપ બીજુ કંઈ નહિ પણ હતાશાને જન્મ આપે છે. આ એવો મુદ્દો છે જેના પર ચર્ચા થવી જરૂરી છે.

EVM પર સતત સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસની હાર બાદ નેતાઓ દ્વારા ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. પરિણામોના બીજા જ દિવસે કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પ્રેસ કોન્ફરન્સ કરીને ઈવીએમની ખામીઓ વિશે માહિતી આપી હતી. આ મામલે તેમણે બેટરી પર સવાલો ઉઠાવતી ફરિયાદ પણ આપી હતી. હરિયાણામાં કોંગ્રેસ પાર્ટીની હાર બાદ EVM અને બેટરી પર સવાલો ઉઠી રહ્યા છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ આજે એટલે કે મંગળવારે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વિપક્ષી નેતાઓ દ્વારા ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ માટે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરી છે. ચૂંટણી પંચે દાવો કર્યો છે કે ઈવીએમ સુરક્ષિત છે અને તેમાં કોઈ છેડછાડ કરી શકાતી નથી.

આ પણ વાંચો : ‘મને લાગે છે કે…’ રોહિત શર્માએ બુમરાહને વાઇસ-કેપ્ટન બનાવવા અંગે કહી મોટી વાત

Back to top button