ગુજરાત

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં કવાયત, ચૂંટણી પંચ કરશે આ કામ

Text To Speech
  • રાજ્યના 179 લાખ ઘરમાં સર્વે કરાશે
  • 51781 બૂથમાં દરેક ઘરમાં થશે સર્વે
  • તમામનો સમાવેશ થશે મતદાર યાદીમાં

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલાં કવાયત ચૂંટણી પંચની કવાયત શરૂ થઇ છે. રાજ્યના 179 લાખ ઘરમાં સરવે થશે. તેમજ 51781 બૂથમાં દરેક ઘરમાં સરવે કરવામાં આવશે. તમામનો મતદાર યાદીમાં સમાવેશ થશે. જાન્યુઆરી 2024માં 18 વર્ષ પૂર્ણ થયા હશે તેના ફોર્મ ભરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઓવર સ્પીડિંગને લીધે અકસ્માતમાં મોતનો આંકડો જાણી રહેશો દંગ 

ચૂંટણી તંત્ર હાઉસ-ટુ-હાઉસ સર્વે કરી મતદાર યાદી અપડેટ કરશે

ચૂંટણી તંત્ર હાઉસ-ટુ-હાઉસ સર્વે કરી મતદાર યાદી અપડેટ કરશે. તેમજ BLO રાજ્યના 179 લાખ ઘરોમાં જશે. મતદારો પાસે વિવિધ ફોર્મ ભરાવવામાં આવશે. જેમાં આ સમગ્ર પ્રક્રિયાને અંતે ફોટાવાળી મતદારયાદી ફાઇનલ થશે. કેન્દ્રીય ચૂંટણીપંચની ગુજરાત કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તા.21 જુલાઈથી તા. 21 ઑગસ્ટ સુધીના એક મહિનામાં રાજ્યભરના 51,781 બૂથ લેવલ ઑફિસરો બીએલઓ રાજ્યમાં 179 લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ મતદારોની વિગતો એકત્ર કરશે, જેમાં નિયત નમૂનાના ફોર્મ ભરાવી અરજીઓ લેવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મોંઘવારીના માર વચ્ચે વીજગ્રાહકોના ખિસ્સા પર વધ્યું ભારણ 

સમગ્ર પ્રક્રિયાને અંતે ફોટાવાળી મતદારયાદી ફાઇનલ થશે

તા.1 જાન્યુઆરી, 2024ની સ્થિતિએ 18 વર્ષ પૂરા કરનાર મતદારનું નામ મતદારયાદીમાં ના હોય તો તેમની પાસે ફોર્મ નં.6 ભરાવવામાં આવશે, મતદારના નામમાં સુધારા હોય તો ફોર્મ-8 ભરાવવામાં આવશે. મતદારની ખરાઈ દરમિયાન એક કરતાં વધુ વખત નામ દાખલ થયું હોય- કાયમી સ્થળાંતર થયું હોય કે તેનું અવસાન થયું હોય તો તે કિસ્સામાં ફોર્મ-7 ભરાવવામાં આવશે. આ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરીને અનુલક્ષીને બીએલઓ તથા સુપરવાઇઝર્સને તંત્ર દ્વારા તાલીમ આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં પહેલી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂરા કરનાર નાગરિક ફોર્મ-6 ભરીને મતદાર યાદીમાં સામેલ થઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયાને અંતે ફોટાવાળી મતદારયાદી ફાઇનલ થશે.

Back to top button