ચૂંટણી પહેલા તંત્રનો ધમધમાટ: આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના ગુજરાતમાં ધામા
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે ફરી એકવાર કેન્દ્રીય ચૂંટણી પંચ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. બે સભ્યોનું કમિશન રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. તો સાથે રાજ્યના તમામ કલેકટરો સાથે પણ તેઓ બેઠક કરશે. મહત્વનું છે કે, ચૂંટણીપંચની ગુજરાત મુલાકાત બાદ ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે.
આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમના ગુજરાતમાં ધામા
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ તમામ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરશે. ટીમ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ વડાઓની સાથે મતદાર યાદી, મતદાર મથક, સંવેદનશીલ મથકો, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. સાથે જ જિલ્લાના કલેક્ટરો અને પોલીસ વડાઓ ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે પ્રેઝન્ટેશન આપશે. સાથે જ સંવેદનશીલ બુથ તેમજ જિલ્લા વહીવટી તંત્રની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરશે.