એકબાજુ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બીજી તરફ બદલીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા દિવસોમાં અનેક વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે. જેના પગલે ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. ચૂંટણી પંચે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા અને રાજ્યના ચીફ સેક્રેટરીને નોટિસ લખીને ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું છે.
છેલ્લા દિવસોમાં ગુજરાત સરકાર અનેક વિભાગોમાં બદલીઓ કરવામાં આવી હતી. જેના પગલે ચૂંટણી પંચ દ્વારા અનેક વખત રિપોર્ટ માંગવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો નથી. જેના પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ નારાજ છે. મળતી માહિતી મુજબ ગુજરાતના ચીફ સેક્રેટરી અને પોલીસ વડાને પત્ર લખીને જલદીથી રિપોર્ટ રજૂ કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : નાના માછીમારોને રાજય સરકારની દિવાળી ભેટ, કેરોસીનનો જથ્થો 1472 થી વધારી 1500 લીટર કરાયો