ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મતદાર જાગૃતિ માટે ચૂંટણીપંચ બોલિવૂડના માર્ગે

Text To Speech
  • રાજસ્થાનના ભીલવાડામાં ચૂટણી પંચે પોસ્ટર લગાવ્યા છે
  • બોલિવૂડની ફિલ્મોના ડાયલોગ લખેલા જોવા મળે છે

આગામી મહિને યોજાનારી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની જાગૃતિ લાવવા અને વધુ લોકો મતદાન કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડામાં ચૂટણી પંચે પોસ્ટર લગાવ્યા છે. જેમાં બોલિવુડની ફિલ્મોના ડાયલોગ લખેલા જોવા મળે છે. બોલિવૂડ સ્ટાઈલમાં લોકોને પોતાના અધિકાર અને એક વોટની કિમત શું છે તે સમજાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

ન્યુઝ એજન્સી PTIએ એક્સ પર એક પોસ્ટરનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં બોલિવૂડના પ્રખ્યાત ડાયલોગ એક ચૂટકી સિંદૂર કી કિમત તૂમ ક્યા જાનો રમેશબાબૂની જગ્યાએ એક વોટ કી કિમત તુમ અબ પહચાનો, રમેશબાબૂ લખેલું છે. તેની નીચે 25 નવેમ્બરે પોતાના મતદાન અધિકારનો અવશ્ય ઉપયોગ કરો તેવું લખાણ લખેલું જોઇ શકાય છે.

અન્ય એક જગ્યાએ આમીર ખાનની ફિલ્મ દંગલનું પોસ્ટર લગાવેલું છે. જેમાં લખેલું છે કે, વોટ તો વોટ હોતા હૈ છોરા દેવે યા છોરી. તેની નીચે પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરવાનું વખાણ લખેલું જોઇ શકાય છે.
મતદારોની જાગૃતિ માટે ચૂંટણી પંચે બોલિવૂડનો માર્ગ અપનાવ્યો છે. અને લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તેના માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

Back to top button