ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીના “વિકસિત ભારત” વૉટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચની બ્રેક

Text To Speech
  • કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા વોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે કડકાઈ દાખવી

નવી દિલ્હી, 21 માર્ચ: લોકસભા ચૂંટણી 2024 પહેલા કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોને મોકલવામાં આવતા વિકસિત ભારતના વોટ્સએપ મેસેજ પર ચૂંટણીપંચે કડકાઈ દાખવી છે. ચૂંટણીપંચે આ અંગે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નોટિસ પાઠવી છે અને વોટ્સએપ પર વિકસિત ભારતના આ મેસેજની ડિલિવરી તાત્કાલિક અસરે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

વોટ્સએપ મેસેજ મોકલવાનું બંધ કરવાની સૂચના

હકીકતમાં, ચૂંટણીપંચે વોટ્સએપ પર વિકસિત ભારતના મેસેજની આપ-લે તાત્કાલિક બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે મંત્રાલય પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. ચૂંટણી પંચને ઘણી ફરિયાદો મળી હતી કે, સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થવા છતાં, નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.

IT મંત્રાલયે આ અંગે શું જવાબ આપ્યો?

જો કે, ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવેલા આદેશના જવાબમાં IT મંત્રાલયે પંચને જાણ કરી હતી કે, આ મેસેજ આચારસંહિતા લાગુ થયા પહેલા મોકલવામાં આવ્યા હતા, તેમાંથી કેટલાક સિસ્ટમેટિક અને નેટવર્ક મર્યાદાઓને કારણે વિલંબ સાથે લોકો સુધી પહોંચ્યા છે.

આ પણ જુઓ: WhatsAppમાં આવી રહ્યું છે કમાલનું ફીચર, વોઇસ મેસેજ પ્લે કર્યા વિના જ જાણી શકાશે

Back to top button