ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના પ્રચાર ગીત પર મૂક્યો પ્રતિબંધ, AAPએ BJP પર સાધ્યું નિશાન

નવી દિલ્હી, 28 એપ્રિલ: ચૂંટણી પંચે આમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર ગીત પર પ્રતિબંધ મૂક્યો છે. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ ચૂંટણી પંચના આ પગલાની  આકરી ટીકા કરી છે. પત્રકાર પરિષદ આપતાં તેમણે કહ્યું કે આ તાનાશાહી સરકારના લક્ષણો છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી આચાર સંહિતા દરમિયાન વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દેવા માટે ED અને CBIનો ઉપયોગ કરે છે, ત્યારે ભારતના ચૂંટણી પંચને તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટી ગીતમાં તેમના વિશે લખે છે, ત્યારે ચૂંટણી પંચ વાંધો ઉઠાવે છે.

આતિશીએ ચૂંટણી પંચની કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલો

AAPના વરિષ્ઠ નેતા અને મંત્રી આતિશીએ કહ્યું કે પ્રચાર ગીતમાં બીજેપીનો ક્યાંય ઉલ્લેખ નથી. ચૂંટણી પંચને ‘જેલ કા જવાબ વોટ સે’ ગીત પર વાંધો છે, જે તદ્દન ખોટો છે. તેમાં કંઈ વાંધાજનક નથી જેના કારણે ગીત પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ ગીત ક્યાંય ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન નથી કરતું. આમાં જે પિક્ચર છે તે એકદમ સાચા છે. આતિશીએ કહ્યું કે ભારતનું ચૂંટણી પંચ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. જ્યારે તેના કમિશનર ટી.એન. શેષન હતા ત્યારે તેમણે તેની ગરિમા વધુ વધારી હતી. દેશમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો શ્રેય તેમને જાય છે. તેમને તેમના કામ દ્વારા આજે પણ યાદ કરવામાં આવે છે.

ચૂંટણી પંચે વિપક્ષના અભિયાનને રોકવું જોઈએ નહીંઃ આતિશી

આતિશીએ કહ્યું કે હું આજના કમિશ્નરને અપીલ કરું છું કે એવું કામ ન કરો કે ભવિષ્યમાં 2024ની ચૂંટણીને એ અર્થમાં યાદ કરવામાં આવે કે 2024ની ચૂંટણીમાં લોકશાહીનો અંત આવ્યો. 2024ની ચૂંટણીમાં ભારતનું ચૂંટણી પંચ નિષ્પક્ષ નહોતું અને 2024માં ભારતની ચૂંટણી પાકિસ્તાનની ચૂંટણી બની હતી. તેથી, હું ચૂંટણી પંચને વિપક્ષના પ્રચારને રોકવા અને ભાજપ દ્વારા ભંગ કરવામાં આવી રહેલી આચારસંહિતા સામે પગલાં લેવા અપીલ કરું છું.

બીજેપી આ દેશમાં તાનાશાહી ચલાવી રહી છે

AAP નેતાએ વધુમાં કહ્યું, આયોગ ખુદ માને છે કે ભારતીય જનતા પાર્ટી આ દેશમાં તાનાશાહી ચલાવી રહી છે. તેઓ તાનાશાહીના કોઈપણ વિરોધને ભાજપનો વિરોધ માની રહ્યા છે. તાનાશાહીના કોઈ પણ વિરોધને પીએમ મોદીનો વિરોધ માની રહ્યા છે. જે રીતે ભાજપ તાનાશાહીના સંકેતો દેખાડી રહી છે, જે રીતે વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે, જે રીતે હવે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરાવી દેવાયા છે, જેવી રીતે આદમી પાર્ટીના પ્રચારને અટકાવી રહ્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આજે આ દેશની લોકશાહી ખતરામાં છે. આજે ભારતીય જનતા પાર્ટીએ આ દેશને સરમુખત્યાર બનાવી દીધો છે.

ગીત કેબલ પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કરે છે: ચૂંટણી પંચ

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના પ્રચાર ગીત ‘જેલ કા જવાબ વોટ સે’એ કેબલ પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કર્યું છે. કોઈપણ રાજકીય પક્ષ તેના પ્રચાર ગીતો અથવા ચૂંટણી પ્રચારના વીડિયોમાં ન્યાયતંત્ર પર પ્રશ્નો ઉઠાવી શકે નહીં. કોઈનું જેલમાં હોવું એ ન્યાયતંત્ર સાથે જોડાયેલી બાબત છે.

આ પણ વાંચો: લવલીના રાજીનામાથી દિલ્હી કોંગ્રેસમાં આંતરિક ડખા, કન્હૈયા કુમારની ઉમેદવારીનો કર્યો વિરોધ

Back to top button