ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં ચૂંટણીના પ્રચારનો અંત: શિવરાજ સિંહ ચૌહાણને પંચની ફટકાર

Text To Speech

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ આજથી શાંત પડ્યા છે. મતદારોને અપીલ કરવા બંને રાજ્યોમાં રાજકીય દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બંને રાજ્યોમં આગામી 17 નવેમ્બરે મતદાન થવાનું છે. બીજી તરફ,ભારતીય ચૂંટણી પંચ (ECI)એ કોંગ્રેસની ફરિયાદ પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દીધી છે. ECIએ મતદાન વિસ્તારોમાં સાંજે 6 વાગ્યા પછી કોઈ પ્રચાર ન કરવા માટે કડકાઈથી સૂચના આપી છે. જો કે, મતદાનના દિવસના 48 કલાક પહેલા ચૂંટણી પ્રચાર સમાપ્ત કરવાનો નિયમ છે.

મધ્યપ્રદેશમાં રાજકીય પક્ષોનો હલ્લાબોલ

આજે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ હતો. મતદારોને રિઝવવા માટે આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં જાહેર સભાઓ અને રેલીઓ કાઢી હતી. ભાજપ અને કોંગ્રેસ સિવાય AAP, SP અને BSP જેવા અન્ય પક્ષો પણ અંતિમ દિવસે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. હવે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરશે. તેમજ ચૂંટણી પંચે આચારસંહિતા લાગુ કરી દીધી છે. મહત્ત્વનું છે કે, મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે 17 નવેમ્બેર મતદાન યોજાશે. તેમજ 3 ડિસેમ્બરે મતગણતરી થશે.

છત્તીસગઢમાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર શાંત

છત્તીસગઢમાં બીજા અને અંતિમ તબક્કાના મતદાન પહેલા આજે સાંજે 5 વાગ્યે પ્રચાર શાંત પડ્યો છે. અહીં પ્રથમ તબક્કામાં 76 ટકા જેવું મજબૂત મતદાન થયું હતું. હવે રાજ્યમાં 17 નવેમ્બરે બીજા તબક્કાનું 90 બેઠકો માટે મતદાન થવાનું છે. પ્રચારના છેલ્લા દિવસે રાજકીય પક્ષના નેતાઓએ જંગી મહાસભા યોજી અને પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મત માગ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સીએમ ભૂપેશ બઘેલે સહિત તમામ રાજકીય દળના નેતાઓ તાબડતોડ રેલીઓ કાઢી હતી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ છત્તીસગઢની મહિલાઓને રૂ. 15 હજાર આપવાનો કર્યો વાયદો 

Back to top button